OMG! મશીન તરીકે પણ માનવીને પસંદ છે સ્ત્રીઓ, Female Robots પર આવ્યું દિલ!
OMG! મશીન તરીકે પણ માનવીને પસંદ છે સ્ત્રીઓ, Female Robots પર આવ્યું દિલ!
(પ્રતિકાત્મક તસવીર)
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)ના ઉપયોગથી પણ જ્યારે કોઇ વ્યક્તિને લિંગ (Gender) પસંદ કરવાનું હોય ત્યારે તેઓ પુરુષોને બદલે મહિલા (Female Robotsઓના નામ અને સાઇઝવાળા મશીન પસંદ કરે છે. આ દાવો એક અભ્યાસમાં સામે આવ્યો.
Humans More Attracted to Female Robots than Male: સાંભળવામાં વિચિત્ર લાગે છે, પરંતુ પુરુષોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)ના રૂપમાં પુરુષો કરતાં સ્ત્રીઓ (Female Robots)માં વધુ રસ હોય છે. હાલમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જ્યારે વાત ફિમેલ અને મેલ રોબોટની આવે છે ત્યારે લોકો મહિલાઓના દેખાવ વાળા રોબોટ પ્રત્યે વધુ આકર્ષિત થાય છે.
વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી (Washington State University) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા મશીનોની વાત આવે છે, ત્યારે લોકો મહિલાઓના નામવાળા મશીનો તરફ વધુ આકર્ષિત થાય છે. 170 જેટલા લોકો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓ અને પુરુષો વિશેની જૂની વિચારસરણી હજુ પણ સમાજમાં અકબંધ છે.
લોકોનું દિલ આવ્યું મહિલા રોબોટ્સ પર
આ સંશોધન હેઠળ કુલ 170 લોકો સામેલ થયા હતા. સંશોધકોએ બે હ્યુમનોઇડ રોબોટનો અભ્યાસ કર્યો હતો, જેમાંથી એકનું નામ એલેક્સ રાખવામાં આવ્યું હતું, જેને પુરુષ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા રોબોટને સારાહ નામની મહિલા તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
તેમના રોબોટ્સનો ચહેરો મનુષ્યની જેમ બનાવવામાં આવ્યો હતો અને તેમની સ્ક્રીનો ઇન્ટરેક્ટિવ હતી. આ સર્વે સુબિન સિઓ નામના આસિસ્ટન્ટ પ્રોફેસરે કર્યો હતો, જેનું પરિણામ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ (International Journal of Hospitality Management)માં પ્રકાશિત થયું છે.
સંશોધનનું પરિણામ શું આવ્યું?
રિસર્ચના પરિણામ સ્વરુપે સંશોધકોને જણાયું હતું કે, લોકો એલેક્સ કરતાં સારાહ સાથે વધુ કનેક્ટેડ હોવાનું અનુભવી રહ્યા છે. સામાન્ય રીતે સમાજમાં લોકોને પુરુષો કરતાં સ્ત્રીઓ સાથે સારું લાગે છે. એટલે જ તો મશીન તરીકે પણ તેમને પુરુષ રોબોટ કરતાં મહિલા રોબોટ વધુ આકર્ષક લાગ્યો હતો. હવે સંશોધકો એ હકીકત પર કામ કરી રહ્યા છે કે રોબોટ્સ મનુષ્ય સાથે માનસિક રીતે જોડાયેલા હોઈ શકે છે અને લોકો તેમની સાથે વધુ આરામદાયક લાગે છે. આ પહેલા એક સ્ટડીમાં સામે આવ્યું છે કે, પ્રવાસીઓ હોટલમાં માણસોને બદલે મશીન દ્વારા માહિતી લેવાનું પસંદ કરે છે, આ મહામારીના કારણે પણ થઇ શકે છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર