ડ્રાઈવરે એવી ખતરનાક જગ્યાએ પાર્ક કરી કાર, આસાનીથી કાઢી પણ લીધી, Video જોઈને માથું ખંજવાળતા રહી જશો

ડ્રાઈવરે એવી ખતરનાક જગ્યાએ પાર્ક કરી કાર, આસાનીથી કાઢી પણ લીધી, Video જોઈને માથું ખંજવાળતા રહી જશો
વાયરલ વીડિયોની તસવીર

આ વીડિયોને અનેક ટ્વિટર હેન્ડલને શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં એક મલયાલી વ્યક્તિ દેખાય છે. પોતાની કારને એવા સાંકરા પાર્કિંગમાં આસાનીથી પાર્ક કરે છે અને બાદમાં ત્યાંથી કાઢે પણ છે.

 • Share this:
  નવી દિલ્હીઃ ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા ઉપર એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને લોકોને નવાઈ લાગતી હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવકે પોતાની કાર એવી જગ્યાએ પાર્ક કરી હતી. જેને જોઈને દરેક રુંવાડા ઊભા થઈ જશે. જોકે, બાદમાં પાર્ક કરેલી કારને એવી રીતે કાઢી કે વીડિયો જોઈને તમે માંથી ખંજવાળતા રહી જશો.

  ઉલ્લેખનીય છે કે આ વીડિયોને અનેક ટ્વિટર હેન્ડલને શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં એક મલયાલી વ્યક્તિ દેખાય છે. પોતાની કારને એવા સાંકરા પાર્કિંગમાં આસાનીથી પાર્ક કરે છે અને બાદમાં ત્યાંથી કાઢે પણ છે.  આ પણ વાંચોઃ-સતત 20 વર્ષથી લડતા 65 વર્ષના 'દાદા' જમીન અંગે ન્યાય માટે સાઈકલ ઉપર ગીર સોમનાથથી ગાંધીનગર જવા નીકળ્યા

  આ પણ વાંચોઃ-સુરતઃ 'અમે તમારી સાડીઓ વેચી નાંખી, સંપર્ક કરશો તો ટાંટીયા તોડી નાંખીશું', ફ્રોડ પિતા-પુત્રની ધરપકડ

  વીડિયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ વ્યક્તિ પોતાની કારને પાર્કિંગની અંદરથી ધીરે ધીરે ઘૂસાડે છે અને રોડની બિલકુલ કિનારે તે પાર્કિંગ પણ એવું છે જેની આગળ પાછળ ખાડા છે. ડ્રાઈવરની સહેજ ચૂક થાય તો કાર ખાડામાં પડી શકવાની પુરે પુરી શક્યતાઓ હોય છે.

  આ પણ વાંચોઃ-રાજકોટમાં Coronaનો હાહાકાર! ડોકટર્સ, ડે. મ્યુ.કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ થયા સંક્રમિત, આ રહ્યા નામ

  પરંતુ ડ્રાઈવર એટલો પહોંચેલો હતો કે આવી ખતરનાક જગ્યાએ કારને પાર્ક કર્યા બાદ ત્યાંથી કાઢી પણ દે છે. એક વીડિયોમાં એવું પણ દેખાય છે કે મલયાલી વ્યક્તિ કારને કેટલી સરળતાથી ખતનરાક પાર્કિંગમાંથી બહાર કાઢે છે.

  વીડિયોમાં જુઓ  કેવી રીતે પાર્ક કરે છે કાર  આ ઘટનાને નજરે જોનારા લોકો આશ્ચર્યમાં પડી જાય છે. હાજર વ્યક્તિઓએ આ આખી ઘટનાને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી. ત્યારબાદ આ ભારે વાયરલ થઈ હતી.

  વીડિયોમાં જુઓ કેવી રીતે આસાનીથી કાર બહાર કાઢે છે  આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે લોકો આ વીડિયોમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે સોશિયલ મીડિયા ઉપર આવા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. જોકે, આ વીડિયો લોકોમાં ખૂબ જ પસંદ થઈ રહ્યો છે.
  Published by:ankit patel
  First published:September 09, 2020, 16:34 pm

  ટૉપ ન્યૂઝ