Home /News /eye-catcher /આગની જવાળાઓ વચ્ચે નવ પરણિત યુગલે કર્યો ડાન્સ, Video જોઈને વધી જશે ધડકન!
આગની જવાળાઓ વચ્ચે નવ પરણિત યુગલે કર્યો ડાન્સ, Video જોઈને વધી જશે ધડકન!
આ અંદાજને ત્યાં હાજર લોકો જોઈને હેરાન થઈ ગયા હતા.
Wedding Dance Video: વર અને વધુ માટે તેમના લગ્ન ખાસ હોય છે અને તેમની કોશિશ હોય છે કે આ દિવસ તેમના માટે તો ખરો જ પરંતુ તેમના લગ્નમાં આવનાર મહેમાનો માટે પણ ખાસ બને. આ માટેની તૈયારીઓ પણ પહેલીથી થવા લાગે છે, જેથી છેલ્લી ઘડીએ કોઈ ગડબડ ન થાય. આવા જ એક નવ પરણિત કપલનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લગ્ન દરમિયાન એક સ્ટન્ટ પરફોર્મ કરતા દેખાઈ રહ્યાં છે.
Wedding Dance Video: વર અને વધુ માટે તેમના લગ્ન ખાસ હોય છે અને તેમની કોશિશ હોય છે કે આ દિવસ તેમના માટે તો ખરો જ પરંતુ તેમના લગ્નમાં આવનાર મહેમાનો માટે પણ ખાસ બને. આ માટેની તૈયારીઓ પણ પહેલીથી થવા લાગે છે, જેથી છેલ્લી ઘડીએ કોઈ ગડબડ ન થાય. આવા જ એક નવ પરણિત કપલનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લગ્ન દરમિયાન એક સ્ટન્ટ પરફોર્મ કરતા દેખાઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર લગ્ન સમારંભ સાથે જોડયેલા તમામ વીડિયો રોજ વાયરલ થતા રહે છે. લગ્ન વર અને વધૂ પોતાને થોડા અલગ દેખાડવા માટે કઈંક અલગ કરે છે. હાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વર અને વધૂ આગની વચ્ચે ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. તેમના આ ડાન્સને જોઈને ત્યાં હાજર લોકો અચરજ પામ્યા હતા. જોકે વર-વધૂ આ દરમિયાન ખૂબ જ રિલેક્સ જોવા મળ્યા હતા.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે લગ્ન પછી તરત વર અને વધૂને ડાન્સ કરતા જોઈ શકો છો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કપલ ડાન્સ કરી રહ્યું હોય છે અને ત્યાં જવલનશીલ પદાર્થ નાંખીને ત્યાં આગ લગાડી દેવામાં આવે છે. બાદમાં આગની જવાળા મોટા પ્રમાણમાં ફેલાય છે અને આ બધાની વચ્ચે કપલ એક-બીજાના હાથમાં હાથ નાંખીને ડાન્સ કરતા દેખાય છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો કોઈ અરેબિયન દેશનો છે.
લોકોએ કહ્યું- કોઈ દુર્ઘટના ન બને
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર edi_musaku નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને આ સમાચાર જ્યારે લખાઈ રહ્યાં છે, ત્યાં સુધીમાં 8.5 મિલિયન એટલે કે 85 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને 53 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે અને કમેન્ટ કરીને પ્રતિક્રિયા પણ આપી છે. તેની પર લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું આ હંસી-ખુશીના પ્રસંગ પર કોઈ દુર્ઘટના બની શકતી હતી. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે આજકાલ લોકો પોતાના લગ્નને સ્પેશિયલ બનાવવા માટે કેટલું-કેટલું કરે છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર