OMG: ક્યારેય નહીં જોયા હોય આવા સફરજન, કિંમત જાણીને ચોંકી જશો

તમે લાલ, લીલા અથવા તો પીળા સફરજન જોયો હશે, પરંતુ શું તમે જાણો છો કે કાળા કલરના સફરજન પણ હોય?

News18 Gujarati
Updated: April 8, 2019, 12:15 PM IST
OMG: ક્યારેય નહીં જોયા હોય આવા સફરજન, કિંમત જાણીને ચોંકી જશો
તમે લાલ, લીલા અથવા તો પીળા સફરજન જોયો હશે, પરંતુ શું તમે જાણો છો કે કાળા કલરના સફરજન પણ હોય?
News18 Gujarati
Updated: April 8, 2019, 12:15 PM IST
આપણે સફરજન ખૂબ જ ખાધા હશે. જ્યારે પણ કોઈ દર્દી બીમાર થાય છે, ત્યારે ડૉક્ટર સફરજન ખાવાની પણ સલાહ આપે છે. પરંતુ તમે જાણો છો કે અત્યાર સુધીમાં 20 થી વધુ દેશોમાં સફરજનની 200થી વધુ જાતો ઉગાડવામાં આવે છે. તેમાથી એક સફરજનની જાતિ વિશે જાણીએ, કિંમત જાણીને આશ્ચર્ય પામશો.

જો કે, તમે લાલ, લીલો અથવા તો પીળા સફરજન જોયો હશે, પરંતુ શું તમે જાણો છો કે કાળા કલરના સફરજન પણ હોય? જાંબલી ડાર્ક કલરના આ સફરજનને બ્લેક ડાયમંડ એપલ પણ કહેવામાં આવે છે. આ સફરજનની અનેક ખસિયતો હોય છે.

આ દુર્લભ સફરજન ખૂબ ઓછી જગ્યા પર જોવા મળે છે. આ સફરજન તિબેટની ટેકરીઓ પર ઉગાડવામાં આવે છે, તે આશ્ચર્યજનક છે. ત્યા તેને 'હુઆ નિયો' તરીકે ઓળખવામાં આવે છે. દરિયાઇ સ્તરથી 3100 મીટરની ઉંચાઈએ તેને ઉગાડવામાં આવે છે.



સફરજન ઉગાડતા ખેડૂતો માટે બ્લેક ડાયમંડ એપલ છે. આ સફરજન વિશે એવું કહેવામાં આવે છે કે જે જેટલી ઉંચાઇ પર તેને ઉગાડવામાં આવે છે ત્યા તાપમાન દિવસે અને રાત્રે અલગ-અલગ હોય છે.

દિવસમાં સુર્યા પ્રકાશ સાથે તેને અલ્ટ્રા-વાયોલેટ કિરણો મળે છે. અલ્ટ્રા-વાયોલેટ કિરણોને કારણે તેનો રંગ કાળો જાંબલી બને છે. બ્લેક એપલના તાજા ફળને જોતાં એવું લાગે છે કે તેના પર મીણ લગાડવામાં આવ્યું છે. તેના દેખાવ જોવા માટે ખૂબ જ આકર્ષક છે. એવું નથી કે આ પ્રકારના સફરજનની ખેતી અનેક દિવસોથી થઇ રહી છે.


આ ફળો પસંદગી વૃક્ષો પર જ મળી આવે છે. વર્ષ 2015થી બ્લેક એપલની ખેતી શરૂ થઈ. અત્યાર સુધી ત્રણ વર્ષમાં તેની ખેતી ખૂબ સારી નથી. આ સફરજનનો મહત્તમ વપરાશ બેઇજિંગ, શંઘાઇ, ગુઆંગજૌ અને શેનઝેનનાં સુપરમાર્કેટમાં થાય છે. બ્લેક ડાયમંડ સફરજનની કિંમત વિશે વાત કરીએ તો એક સફરજનની કિંમત 500 રૂપિયા છે.
First published: April 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...