આંખો શરીરનું એ સંવેદનશીલ અંગો પૈકીનું એક છે, જેમાં જો નાનામાં નાનું કણ કે ધૂળ પણ જતી રહે તો તેમાં હલચલ થઈ જાય છે. પરંતુ જો આપને જાણ થાય કે એક મહિલાની આંખથી ડોક્ટરોએ ચાર જીવતી મધમાખી નીકળી તો તમે શું કહેશો. આ વાત ભલે તમને અજાયબ જેવી લાગી રહી હોય પરંતુ તાઇવાનમાં એક આવા જ મામલામાં ડોક્ટરોને હેરાન કરી દીધા. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ તમામ મધમાખી મહિલાની આંખના સોકિટમાં (આંખના ખાડા) હતી.
મહિલાને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેની આંખોમાંથી પાણી આવવાનું બંધ જ નહોતું થતું. ત્યારબાદ મહિલા ડોક્ટરોની પાસે પહોંચી તો તપાસમાં ડોક્ટરોને આંખમાં કંઈક ચાલતું દેખાયું. સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે મુજબ મહિલાની આંખની અંદર 3 મિલીમીટરની મધમાખી નજરે પડી રહી છે. મહિલાનો ફોયિન યુનિવર્સિટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ડોક્ટરો મુજબ તેમના માટે આ પહેલો મામલો હતો જ્યારે તેઓએ કોઈની આંખથી જીવતા કીડા બહાર કાઢ્યા હોય.
ફોયિન યુનિવર્સિટી હોસ્પિટલના આંખના ડોક્ટર પ્રોફેસર હંગ સી-ટિંગે જણાવ્યું કે, મહિલાની આંખની તપાસ દરમિયાન અમને કીડા-મકોડાના પગ જેવી કોઈ ચીજ નજરે પડી. અમારી ટીમે માઇક્રોસ્કોપની મદદથી તેમને એક પછી એક બહાર કાઢ્યા. આ ચાર મધમાખી હતી. મહિલાએ જણાવ્યું કે કામ કરવા દરમિયાન તેમની આંખમાં અચાનક કોઈ ચીજ જતી રહી, ત્યારબાદ તેમની આંખોમાંથી પાણી નીકળવા લાગ્યું અને સોજા આવી ગયો. ડોક્ટરોએ જણાવ્યું કે મધમાખીઓ અનેક વાર આંસુમાં આવેલી ખારાશથી આકર્ષિત થઈને માણસની આંખમાં ચાલી જાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર