કેરળ (Kerala)ના એક ગામના લોકોએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવવા માટે એક નવો જ પ્રયોગ શરૂ કર્યો છે. આ માટે ગામના દરેક લોકો છત્રી (Umbrella)નો ઉપયોગ કરી રહ્યા છે. ગામ લોકોને આ વિચાર કેરળના નાણા મંત્રી થોમસ આઇઝેક (Finance Minister Thomas Issac) તરફથી આપવામાં આવ્યો હતો. આઇઝેક તરફ થનીરમુકમ ગામના લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે આ અનોખો વિચાર આપવામાં આવ્યો હતો. આ ગામ નાણા મંત્રીની જૂની વિધાનસભા બેઠકમાં આવે છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ અંગેનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યો છે.
ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે તેમણે ફક્ત તેમનો વિચાર રજૂ કર્યો હતો. જે બાદમાં આ વિચાર વાયરલ થઈ ગયો હતો. અનેક ગ્રામ પંચાયતે આ આઇડિયા અપનાવ્યો છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, "મારા વિચારને ગ્રામ પંચાયતે અપનાવી લીધો હતો અને આ અંગે તાત્કાલિક ખરડો પસાર કરીને મંજૂરી આપી દેવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળશે તેઓ છત્રી લઈને જશે. જેનાથી બે લોકો વચ્ચે જરૂરી અંતર બની રહે."
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ અંગેનો વીડિયો ટ્વિટ કર્યો
કાઉન્સિલ પ્રમુખ પી.એ.જ્યોથીસે જણાવ્યું કે, હાલ અમારી કાઉન્સિલ તેમના મતક્ષેત્ર વિસ્તારમાં આવતી નથી. પરંતુ ગામને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે તેઓ અમારું માર્ગદર્શન કરતા રહે છે. જે તે સમયે અમારું ગામ તેમના મતક્ષેત્ર હેઠળ આવતું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "તેઓ હંમેશા અમને સારા સારા આઇડિયા આપતા રહે છે. તાજેતરમં તેમણે બહાર નીકળતી વખતે છત્રી લઈને જવાનો વિચાર રજૂ કર્યો હતો. જેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય. અમારા માટે આનંદની વાત એ છે કે અમારી કાઉન્સિલમાં જ મહિલા સશક્તિકરણ હેઠળ છત્રી બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. અમે અમારા કાઉન્સિલના લોકોને છત્રી પર વળતર આપીએ છીએ જેનાથી તેઓને ખરીદી માટે પ્રેરણા મળે."
Published by:News18 Gujarati
First published:May 06, 2020, 19:48 pm