થાણે: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને (TMC) એક 55 વર્ષીય વ્યક્તિને જોરદાર ઝાટકો આપ્યો હતો. તંત્ર તરફથી એક અઠવાડિયા પહેલા શિક્ષકને ફોન કરીને તેનું ડેથ સર્ટિફિકેટ (Death certificate) લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું! આવા ફોન કૉલ બાદ 55 વર્ષીય ચંદ્રશેખર જોશી (Chandrashekhar Joshi)ને આઘાત લાગ્યો હતો.
ચંદ્રશેખર જોશી આ માટે તપાસ કરવા જ્યારે TMCની ઓફિસ ખાતે પહોંચ્યા ત્યારે તેમના કહેવામાં આવ્યું હતું કે, કોર્પોરેશનને 22 એપ્રિલ, 2021ના રોજ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી એવી માહિતી મળી છે કે તેમનું નિધન થઈ ચૂક્યું છે! એટલું જ નહીં, ડેથ સર્ટિફિકેટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 10 મહિના પહેલા તેઓ કોવિડ દર્દી હતા.
આ વાતથી આઘાત પામેલ જોશીએ ગુરુવારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં તેઓ કોરોના પોઝિટિવ થયા હતા. જે બાદમાં તેઓ હોમ આઇસોલેટ થઈ ગયા હતા. પીટીઆઈના કહેવા પ્રમાણે આ મામલે કોર્પોરેશન તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.
ભારતમાં ભલે કોરોનાની બીજી લહેર (Corona Second Wave) ખૂબ નબળી પડી ગઈ હોય પરંતુ સંક્રમિત થયેલા દર્દીઓના મોતની સંખ્યા હજુ દર રોજ એક હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે. દેશમાં કોવિડનો સામનો કરીને મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા (India Corona Deaths) 4 લાખના આંકને પાર કરી ગઈ છે. બીજી તરફ, કોવિડ રિકવરી રેટ (Covid Recovery Rate)માં ધરખમ સુધાર જોવા મળી રહ્યો છે, તે હવે 97 ટકાએ પહોંચી ગયો છે.
શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 46,617 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 853 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,04,58,251 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 34,00,76,232 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 95 લાખ 48 હજાર 302 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 59,384 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 5,09,637 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,00,312 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર