ડિસેમ્બરમાં પૃથ્વી તરફ ઝડપથી આગળ વઘી રહ્યુ છે ભયંકર એસ્ટરોઈડ, નાસાએ આપી ચેતવણી

ડિસેમ્બરમાં પૃથ્વી તરફ ઝડપથી આગળ વઘી રહ્યુ છે ભયંકર એસ્ટરોઈડ

Asteroid Coming Towards Earth : અવકાશની દુનિયા (Space Exploration)રહસ્યોથી ભરેલી છે. અહીં દરરોજ ઘણા મોટા એસ્ટેરોઈડ (Hazardous Asteroid) વિખેરાઈને પડે છે . જ્યારે તે પૃથ્વી (Asteroid Coming to Earth)ની નજીકથી પસાર થાય છે, ત્યારે માનવતા માટેનો ખતરો (Threat To Earth)પણ વધે છે. નાસાએ આવા જ એક એસ્ટેરોઈડ પસાર થવાની ચેતવણી અપી છે જેનુ કદ વિશ્વની સૌથી ઊંચી ઇમારતો એફિલ ટાવર (Eiffel Tower)કરતા 10 ગણુ મોટુ છે.

  • Share this:
નવી દિલ્હી:  અવકાશ (Space Science)માં પૃથ્વી સિવાયના ઘણા ગ્રહો અને તારાઓ છે. કેટલીક વાર કોઈ એસ્ટેરોઈડ બીજા ગ્રહ પાસેથી પસાર થાય છે. આ વર્ષે ડિસેમ્બરમાં પૃથ્વી પાસેથી એક મોટો એસ્ટેરોઈડ (Asteroid Coming to Earth) પણ પસાર થવાનો છે. નાસાએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે.

નાસાના જણાવ્યા અનુસાર પૃથ્વી પરથી પસાર થતો એસ્ટરોઇડ એફિલ ટાવર કરતાં 10 ગણો મોટો છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે ફૂટબોલ પીચ કરતા ત્રણ ગણો છે અને તેનું નામ છે – 4660 Nereus. નાસા દ્વારા તેને અત્યંત ખતરનાક લઘુગ્રહ (Potentially Hazardous Asteroid) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. નાસાએ આગાહી કરી છે કે તે 11 ડિસેમ્બર સુધીમાં પૃથ્વીની ખૂબ નજીક હશે.

પૃથ્વી પર કેટલો ખતરો છે!
આ વિશાળ લઘુગ્રહ પૃથ્વીને જોખમમાં મૂકી શક્યો હોત, પરંતુ ચર્ચા એ છે કે તેનું અંતર પૃથ્વી કરતાં ઘણું વધારે છે. માહિતી અનુસાર પૃથ્વીથી નેરિયસ 4660 નામના એસ્ટરોઇડનું અંતર 3.9 મિલિયન કિલોમીટર છે, જે પૃથ્વી (erth ) અને ચંદ્ર (moon) વચ્ચેના અંતર કરતાં 10 ગણું છે.

આ પણ વાંચો: તમને Gmailના આ ફીચર્સ અંગે જાણકારી નહીં જ હોય! તમારા અનેક કામ થશે સરળ

અવકાશમાં ફરી રહેલા 90 ટકા લધુ ગ્રહો નાના 

એસ્ટરોઇડ 330 મીટર લાંબો છે. અવકાશ સંદર્ભ અનુસાર, અવકાશમાં 90 ટકા લઘુગ્રહો નાના છે. નેરિયસ એ એપોલો ગ્રુપનો એસ્ટરોઇડ સભ્ય છે જે 1982માં શોધાયેલ છે. તે પૃથ્વી નજીક સૂર્યની ભ્રમણકક્ષામાંથી પણ પસાર થશે, જેમ કે અગાઉના લઘુગ્રહો કરી રહ્યા છે.

આ પણ વાંચો: AIIMS Recruitment 2021: પ્રાધ્યાપકો માટે સરકારી નોકરીની તક, 37,000 રૂપિયા પગારથી શરૂઆત

આગળ પણ આવતા રહેશે આવા એસ્ટરોઇડ
11 ડિસેમ્બરે પૃથ્વી પરથી પસાર થયા પછી ઓછામાં ઓછા 10 વર્ષ સુધી અહીં આવશે નહીં. વૈજ્ઞાનિકોના મતે, તે 2 માર્ચ, 2031ના રોજ ફરીથી પસાર થશે. ત્યારબાદ નવેમ્બર 2050માં તે પૃથ્વીની નજીક આવશે.

આ પણ વાંચો: Maruti Suzuki ફરી વધારશે તેની ગાડીઓની કિંમત, જુઓ ઓટો ઉત્પાદકે શું આપ્યો જવાબ?

તે 40 વર્ષ પછી એટલે કે ફેબ્રુઆરી 2060માં નજીકની પૃથ્વી પર પહોંચશે. અગાઉ સપ્ટેમ્બરમાં વિશાળ લઘુગ્રહો પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી પસાર થયા હતા. તે બિગ બેન્ઝ ક્લોક ટાવરનું કદ હતું અને 50,000 માઇલ/કલાકની ઝડપે પૃથ્વી પરથી પસાર થયું હતું.
Published by:Riya Upadhay
First published: