આજે પણ અહીં રાજાના એક આદેશનું થાય છે પાલન, કારણ છે રસપ્રદ

આજે પણ અહીં રાજાના એક આદેશનું થાય છે પાલન, કારણ છે રસપ્રદ
ફાઇલ તસવીર

પહેલાના સમયમાં ભારતમાં રાજા મહારાજાઓનું રાજ ચાલતું હતું. એ રાજા મહારાજાઓનો આદેશ જ સર્વોપરી માનવામાં આવતો હતો.

 • Share this:
  પહેલાના સમયમાં ભારતમાં રાજા મહારાજાઓનું રાજ ચાલતું હતું. એ રાજા મહારાજાઓનો આદેશ જ સર્વોપરી માનવામાં આવતો હતો. તેમનો એક આદેશ પથ્થરની લકીર ગણાતી હતી. ભારત એક એવો દેશ છે કે, જ્યાં કિલ્લાઓની સંખ્યા વધારે છે. અંહી રાજા મહારાજાઓના શાસનના પુરાવા આજે પણ નજર આવે છે. પરંતુ હવે એ સમય જતો રહ્યો છે. છત્તીસગઢના જગદલપુર જિલ્લાના એક ગામમાં રાજાના એક આદેશનું આજે પાલન ગામના લોકો કરી રહ્યા છે. તમને આ અજીબ લાગતું હશે પરંતુ આ એકદમ સત્ય છે.

  70 વર્ષ પહેલા રાજાએ આદેશ કર્યો હતો  વેબસાઇટ પત્રિકામાં પોસ્ટ થયેલા એક આર્ટિકલ પ્રમાણે છત્તીસગઢના જગદલપુર જિલ્લાથી 35 કિલોમિટર દૂર સ્થિત ઇન્દ્રવતી નદીના કિનારે છિંદગામ નામની જગ્યા છે. જ્યાં આજે પણ રાજા-મહારાજાઓના શાસનની અંશ જોવા મળે છે. અહીં એક શિવ મંદિર છે જેમાં 10મી સદીની કેટલીક મુર્તિઓ સ્થાપિત કરાઇ છે. ગ્રામ્ય લોકો આ બધી મુર્તીઓને સ્પર્શતા નથી. આવું એટલા માટે છે કે, આશરે 70 વર્ષ પહેલા તેમના રાજાએ આ મૂર્તિઓને સ્પર્શવું નહીં એવો આદેશ આપ્યો હતો.

  રાજાના આદેશની તક્તી હજી પણ લટકેલી છે

  ઉલ્લેખનીય છે કે, અહીં રાજાના આદેશની તક્તી આજે પણ લટકેલી છે. જેમાં મૂર્તિઓને સ્પર્શ ન કરવાનો આદેશ અંકિત કરાયો છે. મંદિરમાં જૂના શિવલિંગ ઉપરાંત ભગવાન નરસિંહ, નટરાજ અને માતા કંકાલિનની જૂની મૂર્તિઓ સ્થાપિત છે.

  જે મૂર્તિઓને સ્પર્શે છે તેને લાગી જાય છે શ્રાપ

  સ્થાનિક લોકો પ્રમાણે જે કોઇ અહીં સ્થાપિત મૂર્તિઓને સ્પર્શે છે તેને શ્રાપ લાગે છે. આ જ કારણ છે કે, ગામના લોકો અહીંની એક પણ મૂર્તિને સ્પર્શતા ડરે છે. જોકે, હવે આ પરિસરમાં રહેલી મૂર્તિઓને સંગ્રહાલય લઇ જવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જોકે, આ કામમાં કામના લોકો વિરોધ કરી રહ્યા છે. તેમણે આ મૂર્તિઓને હાથ લગાવવા માટે પણ મનાઇ ફરમાવી છે.
  First published:July 09, 2018, 10:57 am

  टॉप स्टोरीज