Home /News /eye-catcher /OMG! ભારતનું એવું શહેર, જ્યાં 52 સેકન્ડ મૂર્તિ બની જાય છે લોકો, એક ડગલું પણ કોઈ હલી શકતું નથી!

OMG! ભારતનું એવું શહેર, જ્યાં 52 સેકન્ડ મૂર્તિ બની જાય છે લોકો, એક ડગલું પણ કોઈ હલી શકતું નથી!

આ શહેરમાં 52 સેકન્ડ મૂર્તિ બની જાય છે લોકો, એક ડગલું પણ કોઈ હલી શકતું નથી!

તેલંગાણા (Telangana)માં એક એવું શહેર છે જ્યાં દરરોજ ગણતંત્ર દિવસ (Republic Day celebrations)ની ઉજવણી જેવો માહોલ જોવા મળે છે. અહીં, સવારના સમયે લાઉડસ્પીકર (loudspeaker) પર વાગતા સુરીલા બોલ પર લોકોનાં પગ અટકી જાય છે. આ સુરીલો અવાજ છે રાષ્ટ્રગીતનો.

વધુ જુઓ ...
આવો તમને એક એવા શહેર (Telangana) સાથે પરિચય કરાવીએ જ્યાં દરરોજ સવારે 52 સેકન્ડ માટે અચાનક બધુ થંભી જાય છે. જે વ્યક્તિ જ્યાં ઊભો છે ત્યાં જ ઊભો રહી જાય છે, તે સાવચેતીની મુદ્રામાં જામી (Stand in attention) જાય છે. બાળકથી લઈને વૃદ્ધ સુધી, સ્ત્રી (women)થી લઈને પુરુષ સુધી, એક પણ ડગલું આગળ-પાછળ નથી થતું. તમે વિચારતા હશો કે આવું કેમ થતું હશે કે લોકો હલવાનું બંધ કરી દે છે.

આવું એટલા માટે થાય છે કારણ કે આ શહેરના લોકોને સવારે એક ચોક્કસ સમયે રાષ્ટ્રગીત (National Anthem) સાંભળવાનું હોય છે. તેલંગણાના નાલગોંડા (Nalgonda, Telangana)માં દરરોજ સવારે 8.30 વાગે લાઉડ સ્પીકર પર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને આખું શહેર 52 સેકન્ડ માટે અટકી જાય છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં 12 મોટા લાઉડ સ્પીકર લગાવવા (National Anthem is played on loudspeaker) માં આવ્યા છે. આગામી કેટલાક મહિનાઓમાં, શહેરની આસપાસ બીજા ઘણા સ્થળોએ પણ લાઉડ સ્પીકર લગાવવામાં આવશે.

આ પણ વાંચો: Viral: ભારતનું અનોખું Railway Station જેનું કોઈ નામ નથી! મુસાફરો પણ મુકાઈ જાય છે મૂંઝવણમાં

તિરંગાને મળ્યું દરરોજ સન્માન
જમ્મીકુન્તા (Jammikunta) નામની જગ્યાએથી આયોજકોને આ વિચાર પર કામ કરવાની પ્રેરણા મળી હતી. જ્યાં દરરોજ રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું. જેનાથી પ્રેરાઇને જન-ગણ-મન ઉત્સવ સમિતિ (Program started by Jan-Gana-Man Utsav Samiti) દ્વારા નાલગોંડા ખાતે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રયોગ શહેરમાં સૌ પ્રથમ 23 જાન્યુઆરી, 2021ના રોજ કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ સમિતિની આ પહેલની ખૂબ પ્રશંસા કરી હતી અને જે સમયે રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે, ત્યારે સમિતિના કાર્યકરો શહેરભરમાં અલગ અલગ સ્થળોએ હાથમાં તિરંગો લઈને ઉભા રહે છે.

આ પણ વાંચો: viral: 1 હાથથી પણ હલાવી શકાય છે આ 132 ટનનો ખડક, સૌથી નબળો માણસ પણ કરી શકે છે કમાલ!

અહીં રાષ્ટ્રગીત રાષ્ટ્રીય પર્વનો મોહતાજ નથી
નાલગોંડાના લોકો માટે આ ક્ષણ ખૂબ જ રોમાંચક છે. હવે જરા વિચાર કરો, છેને આ એક અનોખી વાત જ જ્યાં સામાન્ય રીતે ગણતંત્ર દિવસ સમારોહ કે સ્વતંત્રતા દિવસ પર આખો દેશ સાવચેતીની મુદ્રામાં ઉભો રહી ત્રિરંગાની સામે સલામી આપે છે, ત્યાં નાલગોંડાના લોકો દરરોજ આ ભાવનાને જીવે છે.

આ પણ વાંચો: એક એવું શહેર જ્યાં દરેક પુરુષની છે 3 ગર્લફ્રેન્ડ! બોયફ્રેન્ડનો ખર્ચો ઉઠાવે છે મહિલાઓ

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આ સમાચાર જોયા બાદ લોકોએ આ પગલાની પ્રશંસા કરી છે. આ પહેલની વધુ પ્રશંસા ત્યારે કરવામાં આવી જ્યારે રસ્તા પર બે નાના બાળકો, રાષ્ટ્રગીત સાંભળીને, રસ્તા વચ્ચે જ સાવચેતીભરી મુદ્રામાં ઉભા રહ્યા. અને રાષ્ટ્રગીત પૂરું ન થયું ત્યાં સુધી ત્યાંથી હલ્યા નહીં.
First published:

Tags: Amazing, National anthem, OMG News, Telangana, અજબગજબ