Home /News /eye-catcher /પુરુષની અગ્નિપરીક્ષા: અનૈતિક સંબંધોના આક્ષેપમાં પવિત્રતા સાબિત કરવા ધગધગતો સળિયો પકડ્યો, 11 લાખ પણ ગયા!
પુરુષની અગ્નિપરીક્ષા: અનૈતિક સંબંધોના આક્ષેપમાં પવિત્રતા સાબિત કરવા ધગધગતો સળિયો પકડ્યો, 11 લાખ પણ ગયા!
love affair
તેલાંગણાના ગામના એક ગામમાં પરણિત પુરૂષને અનૈતિક સંબંધોના આક્ષેપ સામે પોતાની પવિત્રતા સાબિત કરવા ગરમ સળિયો પકડવાની ફરજ પડી હતી. આ ઉપરાંત તેને રૂ 11 લાખ પણ ચૂકવવા પડ્યા હતા.
આજે પણ દેશના અનેક ખૂણે બર્બર પરંપરાઓ જોવા મળે છે. તાજેતરમાં તેલાંગણાના ગામના એક ગામમાં પરણિત પુરૂષને અનૈતિક સંબંધોના આક્ષેપ સામે પોતાની પવિત્રતા સાબિત કરવા ગરમ સળિયો પકડવાની ફરજ પડી હતી. આ ઉપરાંત તેને રૂ 11 લાખ પણ ચૂકવવા પડ્યા હતા. આ ઘટના તેલંગાણાના મુલુગુ મંડલના બંજરાપલ્લી ગામમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બંજરાપલ્લી ગામના એક વ્યક્તિએ થોડા મહિનાઓ પહેલા તેની જ્ઞાતિના વડીલોને એમ કહીને સંપર્ક કર્યો કે જગન્નાથમ ગંગાધર નામના વ્યક્તિના તેની પત્ની સાથે લગ્નેતર સંબંધ છે. તેણે ન્યાય અપાવવા વિનંતી કરી. બીજી તરફ ગંગાધરે સ્પષ્ટપણે કહ્યું કે, તેના તેની પત્ની સાથે કોઈ અફેર નથી. જોકે, જ્ઞાતિના વડીલોએ બંને પક્ષોની રજૂઆત સાંભળીને દરેક પક્ષકારો પાસેથી 11 લાખ રૂપિયાની રોકડ ડિપોઝીટ લીધી હતી અને મામલો થાળે પડે ત્યાં સુધી આ પૈસા જમા રાખ્યા હતા. જોકે, વડીલોએ ત્રણ મહિના સુધી બંને પક્ષો સાથે ચર્ચા કરી હોવા છતાં મામલો થાળે પડ્યો નહિ.
અંતે સમાજના વડીલોએ બર્બર પરંપરાનો સહારો લીધો અને 25 ફેબ્રુઆરીના રોજ ગંગાધરને તેની પવિત્રતા સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. વડીલોએ આજુબાજુ લાકડા સળગાવી દીધા અને લોખંડનો લાંબો સળિયો આગમાં રાખ્યો હતો, જે થોડીવારમાં ગરમ થઈ ગયો હતો. સ્નાન કરીને ભીના કપડા સાથે આવેલ ગંગાધરે ત્રણ વખત આગને ફરતે ચક્કર લગાવી ગ્રામજનોની હાજરીમાં હાથ વડે લોખંડનો સળિયો બહાર કાઢ્યો હતો. જોકે, આગ વચ્ચેથી લોખંડનો સળિયો હાથમાં પકડીને બહાર લાવવા છતા તેના હાથ લોખંડના ઈજાના કોઈ નિશાન નથી. જ્ઞાતિના રિવાજો મુજબ જો તેના હાથને બળી ગયેલા લોખંડના સળિયાથી કોઈ ઈજા ન થઈ હોય તો જે-તે વ્યક્તિ ‘અગ્નિ પરિક્ષા’માં નિર્દોષ સાબિત થયો કહેવાય.
ગંગાધરે પોતાને સાચો સાબિત કર્યો પરંતુ વડીલોએ સ્વીકાર્યું નહીં અને તેને ફરિયાદીની પત્ની સાથે લગ્નેત્તર સંબંધ હોવાની કબૂલાત કરવા દબાણ કર્યું હતું. વડીલોના અડગ વલણથી નારાજ, ગંગાધરની પત્નીએ મુલુગુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેનું કહેવું છે કે, જ્ઞાતિના વડીલો તેમને હેરાન કરી રહ્યા છે અને તેઓએ જમા કરાવેલ રકમમાંથી પહેલાથી જ રૂ. 6 લાખ વાપરી લીધા છે. અંતે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર