Home /News /eye-catcher /

Telangana: ચાલતી બસમાં જન્મી બે બાળકીઓ, રાજ્ય સરકારે આપી આજીવન મફત બસ સવારીની સુવિધા

Telangana: ચાલતી બસમાં જન્મી બે બાળકીઓ, રાજ્ય સરકારે આપી આજીવન મફત બસ સવારીની સુવિધા

તેલંગણા સરકારના નિર્ણયની લોકો પ્રશંસા કરી રહ્યા છે. (પ્રતીકાત્મક ફોટો)

Telangana govt sets example: તેલંગણામાં બે બાળકીઓનો જન્મ ચાલતી સરકારી બસમાં થયો. ત્યારબાદ સરકારે જાહેરાત કરતા કહ્યું કે હવે આ બંને બાળકીઓ જીવનભર બસમાં ફ્રી ટ્રાવેલ (Lifetime free bus ride) કરશે.

Telangana govt sets example: દીકરીઓના જન્મ પર ઘણાં દેશોની સરકાર વાલીઓને વિવિધ પ્રકારની સુવિધાઓ (Facilities For Girl Child) આપે છે. જો ભારત (India)ની વાત કરીએ તો અહીં દીકરીઓ માટે ઘણી પહેલ કરવામાં આવી છે. છોકરીઓનું ભણતર હોય કે પછી તેમની કરિયરમાં મદદ, આ મામલે સરકાર પ્રયત્નશીલ છે. તેનું કારણ પણ સ્પષ્ટ છે. એક સમયે ભારતમાં કન્યા ભ્રૂણ હત્યા (Female foeticide in India)ના કેસ એટલા બધા વધી ગયા હતા કે સરકારની ચિંતા વધી ગઈ હતી. આ જ કારણે ભ્રૂણ લિંગ પરીક્ષણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હાલમાં પણ કેટલીક સંસ્થાઓ દીકરીઓને એક્સ્ટ્રા ફેસિલિટી આપે છે જેથી વાલીઓ તેમને બોજ ન સમજે.

આ વચ્ચે તેલંગણા (Telangana)માં અનોખો કિસ્સો સામે આવ્યો છે. તેલંગણા સરકારના તાજેતરના નિર્ણયની લોકો પ્રશંસા કરી રહ્યા છે. અહીં બે દીકરીઓનો જન્મ ચાલતી સરકારી બસમાં થયો. ત્યારબાદ સરકારે જાહેરાત કરતા કહ્યું કે હવે આ બંને બાળકીઓ જીવનભર બસમાં ફ્રી ટ્રાવેલ (Lifetime free bus ride)કરશે, તેમની પાસેથી ટિકિટ ભાડું જિંદગીભર વસૂલવામાં નહીં આવે.

આ અંગે TSRTCના વાઈસ ચેરમેન વીસી સજ્જનારે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે બાળકીઓ આજીવન આંતરરાજ્યીય અને એરપોર્ટ સ્પેશ્યલ બસોમાં મફત સવારી કરી શકશે. જાણકારી મુજબ, આમાંથી એક બાળકીનો જન્મ 30 નવેમ્બરે હબૂબનગર જિલ્લાના પેદ્દાકોથાપલ્લી ગામ (Peddakothapally Village) પાસે ચાલતી બસમાં થયો હતો. જ્યારે બીજી બાળકીનો જન્મ 7 ડિસેમ્બરે સિદ્દીપેટ (Siddipet) જિલ્લા પાસે થયો હતો.



આ પણ વાંચો: OMG! આંખો મીંચ્યા વિના સતત એક કલાક સુધી સૂરજ સામે જોતા રહ્યા, 70 વર્ષના વૃદ્ધે બનાવ્યો રેકોર્ડ

આ વાતની જાણકારી TSRTCના વાઈસ ચેરમેન વીસી સજ્જનારે ટ્વિટર પર આપી છે. તેના ફોટોઝ પણ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બસથી ટ્રાવેલ કરી રહેલી બે સગર્ભા મહિલાને અચાનક લેબર પેઈન શરુ થઈ ગયું. આ પછી બસના ક્રૂ અને અન્ય મુસાફરોએ મળીને તેમની ડિલિવરી કરાવી. બાળકીઓની ડિલિવરી બાદ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં, સરકારે આ છોકરીઓને જીવનભર બસની ફ્રી રાઈડ ગિફ્ટમાં આપી.
Published by:Nirali Dave
First published:

Tags: Ajab Gajab, Beti bachao, Hyderabad, Save the Girl Child, Telangana

આગામી સમાચાર