Home /News /eye-catcher /Weird: મિત્ર સાથે ભૂતિયા ઘરમાં પહોંચ્યો 16 વર્ષનો છોકરો, અંદર જતાં જ યમરાજ ભરખી ગયો!

Weird: મિત્ર સાથે ભૂતિયા ઘરમાં પહોંચ્યો 16 વર્ષનો છોકરો, અંદર જતાં જ યમરાજ ભરખી ગયો!

છોકરો જેવો બિલ્ડિંગમાં પહોંચ્યો તો તેની સાથે વિચિત્ર ઘટના બની. (પ્રતીકાત્મક ફોટો)

Haunted House: મલેશિયાના બેનટોન્ગમાં એક વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 16 વર્ષનો છોકરો અને તેનો મિત્ર કથિત ભૂતિયા ઇમારતમાં પહોંચ્યા અને થોડી વારમાં જ તે છોકરા સાથે એક અજીબોગરીબ ઘટના બની.

કહેવાય છે કે ભૂત અને ભૂતોની વાર્તા (Haunting Stories), આ બધું જ ફક્ત મનનો વહેમ છે. વાસ્તવમાં કોઈ ભૂત નથી હોતા અને ભૂતિયા જગ્યાઓ (Haunted Places) પણ નથી હોતી. 16 વર્ષનો એક છોકરો પણ કંઈક આવું જ વિચારતો હતો, પણ જ્યારે તે ભૂતિયા ઇમારત (Haunted House)ની અંદર પહોંચ્યો તો તેની સાથે સાવ અલગ જ ઘટના બની. મલેશિયા (Malaysia News)માં બનેલી આ ફિલ્મી સ્ટોરી જેવી ઘટના હાલ ચર્ચામાં છે.

છોકરો પોતાના મિત્ર અને તેના પરિવાર સાથે એક જાણીતી જગ્યાએ (Haunted Tourists Attraction) ફરવા ગયો હતો. અહીં સ્થાનિક લોકો તરફથી ભૂતિયા જાહેર કરવામાં આવેલી એક બિલ્ડિંગમાં તે પોતાના મિત્ર સાથે ગયો હતો. થોડી વારમાં જ તેની સાથે એક અજીબોગરીબ ઘટના બની.

આ હાદસો પણ અજીબ હતો!

આ ઘટના મલેશિયાના બેનટોન્ગની છે, જે પેહાંગ સ્ટેટમાં છે. અહીં એક 16 વર્ષનો છોકરો પોતાના મિત્ર અને તેના પરિવાર સાથે ફરવા આવ્યો હતો. Kosmo મુજબ, 1 ડિસેમ્બરે છોકરાને એક ભૂતિયા ઇમારતમાં પોતાના દોસ્ત સાથે એન્ટ્રી મારી. ડેઇલી સ્ટારની રિપોર્ટ મુજબ છોકરો જેવો બિલ્ડીંગ પાસે પહોંચ્યો, તેની તબિયત ખરાબ થવા લાગી. તેને ઠીક નહોતું લાગતું અને તે ધીમે-ધીમે જમીન પર પડી ગયો. તેનું મોં અને શરીર પીળું પડી ગયું. તેને જલ્દી બિલ્ડિંગથી બહાર કાઢવામાં આવ્યો, પણ તેણે કોઈ રિસ્પોન્સ આપ્યો ન હતો. આખરે ડોક્ટર્સે એ છોકરાના મૃત્યુની પુષ્ટિ કરી અને તેના પરિવારને જાણકારી આપવામાં આવી.

આ પણ વાંચો: કોરોનાથી બચાવતી પાણીપુરી! સ્વાદ સાથે સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખે છે આ ગોલ ગપ્પાવાળો, Video Viral

ડરને લીધે આવ્યો હાર્ટ અટેક

ઓફિશ્યલ નિવેદનમાં એ છોકરાના મૃત્યુને સડન ડેથ કહેવામાં આવી હતી. નિવેદન મુજબ ઓટોપ્સીમાં પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે તેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. ક્લીવલેન્ડ ક્લિનિક મેડિકલ સેન્ટરના જણાવ્યા મુજબ જ્યારે વ્યક્ત બહુ ભયભીત થઈ જાય છે ત્યારે આવું થાય છે, જો કે એ સામાન્ય નથી. મોટાભાગના નિષ્ણાતોનું કહેવું છે કે ફક્ત ડરને લીધે કોઈનું મૃત્યુ થવું અસાધારણ છે. જોકે, આ કેસમાં મૃતકની કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હતી, એવામાં તેનું એકાએક મૃત્યુ થવાથી એ જગ્યાને લઈને લોકોની શંકા મજબૂત બની છે.
First published:

Tags: Ajab gajab news, Ghost, OMG News, Weird news, Weird Story, અજબગજબ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો