Home /News /eye-catcher /બોડી સ્પ્રે સૂંઘવાના કારણે થયું યુવતીનું મોત! જાણો આખો મામલો
બોડી સ્પ્રે સૂંઘવાના કારણે થયું યુવતીનું મોત! જાણો આખો મામલો
ડીઓ સુંઘવાંમાં ટીનએજરનું થયું મોત
Death due to Body Spray: એક ઓસ્ટ્રેલિયન સ્કુલ ટીચરે તેને લઈને ડિઓડરન્ટ કેનના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરી હતી. હવે આ કિશોરીના મોતે લોકોને ચેતવણી આપી છે. આ અંગે કિશોરીની માતાએ સિડની મોર્નિંગ હેરાલ્ડ સાથે વાત કરી હતી.
ઓસ્ટ્રેલિયા: અહીં એક કિશોરી જમીન પર મૃત હાલતમાં પડી હતી અને આ દરમિયાન તેના હાથમાં 'બોડી સ્પ્રે'નું (Body Spray) કેન હતું. જેને લઈને એવું માનવામાં આવે છે કે 'બોડી સ્પ્રે'માં હાજર એરોસોલ તેના શ્વાસમાં જતાં તેનું મૃત્યુ થયું છે. જે બાદ હવે આ યુવતીની માતા તેની પુત્રીના મૃત્યુ બાદ લોકોને જાગૃત કરવામાં લાગેલી (Heart Attack) છે.
3 ફેબ્રુઆરીના રોજ એનીએ ન્યૂ સાઉથ વેલ્સના ઘરે તેની પુત્રી બ્રુક રાયનની ડેડ બોડી જોઈ હતી. 16 વર્ષની છોકરી ઉંધા મોઢે પડી હતી. તેની બાજુમાં ડીઓડરન્ટ અને ટી-ટોવેલ પણ હતો.
બ્રુક એક એથ્લીટ હતી. માનવામાં આવે છે કે એરોસોલ શ્વાસમાં લીધા બાદ હૃદયરોગના હુમલાને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ જીવલેણ પ્રવૃત્તિને 'ક્રોમિંગ' કહેવાય છે.
હજી સુધી નથી આવ્યો તપાસ રિપોર્ટ
એની વિચારે છે કે તેની પુત્રીનું મૃત્યુ સડન સ્નિફિંગ ડેથ સિન્ડ્રોમથી થયું છે. જો કે આ કેસમાં હજુ તપાસ રિપોર્ટ આવ્યો નથી. એનીએ કહ્યું કે બ્રુકને ઍન્ગ્ઝાઈટીની સમસ્યા હતી, ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન. જોકે તે આ બધામાંથી બહાર આવવાનો ઘણો પ્રયાસ કરી રહી હતી. યુનિવર્સીટી ઓફ રોચેસ્ટર મેડિકલ સેન્ટરની એક રિપોર્ટ અનુસાર, એરોસોલ સ્પ્રે અથવા સોલ્વન્ટમાં હાજર કેમિકલને વધુ સમય સુધી સૂંઘવાથી હૃદય સંબંધિત સમસ્યા થઇ શકે છે. જેના કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. વધુ માત્રામાં આ કેમિકલનું સેવન કરવાથી સફોકેશન પણ થઈ શકે છે અને વ્યક્તિનું મોત થઇ શકે છે. આવું થવાનું કારણ છે એક જ છે કે વધુ માત્રામાં કેમિકલને ઈનહેલ કરવાથી શ્વાસ લીધા બાદ પણ ઓક્સિજન શરીરમાં પહોંચતો નથી.
એક ઓસ્ટ્રેલિયન સ્કુલ ટીચરે તેને લઈને ડિઓડરન્ટ કેનના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરી હતી. હવે આ કિશોરીના મોતે લોકોને ચેતવણી આપી છે. આ અંગે કિશોરીની માતાએ સિડની મોર્નિંગ હેરાલ્ડ સાથે વાત કરી હતી.
કિશોરીની માતા એનીએ જણાવ્યું હતું કે, "મારી ઊંઘ ઉડતાં મારી આંખ ખુલતા જ હું તેના વિષે વિચારવા લાગુ છું. જયારે સૂવા જાઉં ત્યારે પણ તેના જ વિચારો આવે છે. દરેક દિવસ એક ખરાબ સપના જેવો લાગે છે. તે એક સુંદર અને સારા દિલવાળી છોકરી હતી.
બ્રુક મોટી થઇને એક વકીલ, ફિઝિયોથેરાપિસ્ટ અથવા બ્યુટિશિયન બનવા માંગતી હતી. હવે એની ઈચ્છે છે કે પેરન્ટ્સ અને યુવાનોને ઇન્હેલેન્ટ્સના જોખમ અંગે સજાગ કરવામાં આવે. તેઓ ઈચ્છે છે કે ડિઓડરન્ટના કેન પર એરોસોલના સૂંઘવાના જોખમ અંગે જાણકારી આપવામાં આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર