ચામુંડા માતાની આંખોમાંથી આંસુ વહ્યા! ચમત્કાર માનીને દર્શન કરવા ભીડ ઉમટી

News18 Gujarati
Updated: September 29, 2019, 1:32 PM IST
ચામુંડા માતાની આંખોમાંથી આંસુ વહ્યા! ચમત્કાર માનીને દર્શન કરવા ભીડ ઉમટી
ભજન-કિર્તન કરતી મહિલાઓએ માતાજીની આંખમાંથી આંસુ આવતા જોયા, વાત વાયુવેગે ફેલાઈ ગઈ

ભજન-કિર્તન કરતી મહિલાઓએ માતાજીની આંખમાંથી આંસુ આવતા જોયા, વાત વાયુવેગે ફેલાઈ ગઈ

  • Share this:
નીમચ : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના નીમચ (Neemuch) જિલ્લાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મંદિર (Temple)માં એવી ઘટના બની જેને તે વિસ્તારના લોકો દેવીશક્તિ માની રહ્યા છે. મૂળે, જિલ્લાના પૂર પ્રભાવિત રામપુરાના ધાનમંડી સ્થિત પ્રસિદ્ધ ચામુંડા માતાની આંખોમાંથી આંસુ વહેવાના અહેવાલ સામે આવ્યા. જોકે, ન્યૂઝ18 આ સમાચારની પુષ્ટિ નથી કરતી.

આ વાતની જાણકારી થતાં જ વિસ્તારના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુખો માતાના દર્શન માટે ચામુંડા માતાના મંદિરે પહોંચી રહ્યા છે. માતાજીની મૂર્તિને જોતાં એવું લાગી રહ્યું છે કે ચામુંડા માતાની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હોય અને લોકો તેને ચમત્કાર માની રહ્યા છે.

લોકો અનિષ્ટની આશંકા વ્યક્ત કરી રહ્યા છે

વિસ્તારા લોકો હાલમાં રામપુરામાં આવેલા પૂરથી થયેલા નુકસાનથી દુ:ખી થઈને માતાના રડવાની વાતો પણ કરી રહ્યા છે. કેટલાક લોકો કોઈક અનિષ્ટની દૃષ્ટિથી પણ માતાજીની આંખોમાં આંસુ આવવાની વાત કહી રહ્યા છે. આ ઘટના શનિવાર મોડી સાંજની હોવાનું કહેવાય છે.

મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા ઉમટ્યા

મળતા અહેવાલ મુજબ, નગર પોરવાલ સમાજની કેટલીક મહિલાઓ ભજન-કિર્તન માટે મંદિર પહોંચી હતી. ત્યારે તેઓએ જોયું કે માતાજીની આંખોથી આંસુઓની ધારા વહી રહી છે. ત્યારબાદ મહિલાઓ તે જોવા માંગતી હતી કે આ પાણીના કારણે તો નથી થઈ રહ્યું ને? લોકોનું કહેવું છે કે તમને કોઈ અન્ય સ્થળે પાણી આવતું ન દેખાયું. ત્યારબાદ તેઓને માની લીધું કે આંસુઓની ધારા માતાજીની આંખોમાંથી જ આવી રહી છે. તેને ચમત્કારી ઘટના માનીને મહિલાઓએ માતાની આરતી શરૂ કરી દીધી. થોડી વાર બાદ જેમ-જેમ આ વાત આસપાસના વિસ્તારમાં ફેલાઈ તો રાત્રે જ મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા મંદિર પહોંચી ગયા.આ પણ વાંચો,

બજરંગ દળનું ફરમાન- ગરબામાં પ્રવેશ કરનારા બિન હિન્દુનું 'આધાર' તપાસો
આ વ્યક્તિએ એક મહિનામાં 23 લગ્ન કરી બાદમાં છૂટાછેટા લીધા! કારણ જાણી ચોંકી જશો
First published: September 29, 2019
વધુ વાંચો
अगली ख़बर