Home /News /eye-catcher /Shocking : પ્રેમીની એક ફેસબુક પોસ્ટે લઇ લીધી આ ટીચરની નોકરી, જાણો શું હતુ પોસ્ટમાં

Shocking : પ્રેમીની એક ફેસબુક પોસ્ટે લઇ લીધી આ ટીચરની નોકરી, જાણો શું હતુ પોસ્ટમાં

ફેસબુકે ફોડ્યો ટીચરનો ભાંડો

યુકેની (United Kingdom) એક 25 વર્ષીય શિક્ષિકાએ તેની શાળાના આચાર્યને ખોટું બોલીને એક સપ્તાહની રજા માંગી. આ પછી તેના પ્રેમીએ તેના ફોટા ફેસબુક પર પોસ્ટ કર્યા જ્યાર બાદ તે ટીચરનો ભાંડો ફૂટી ગયો.

    ઓનલાઈન દુનિયા એકદમ અનોખી છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો પોતાની અંગત જિંદગી લોકો સાથે શેર કરે છે. lતેમના મિત્રો અને સંબંધીઓ જ્યાં પણ રહેતા હોય, સોશિયલ મીડિયા દ્વારા લોકો તેમની માહિતી તેમના સુધી પહોંચાડતા રહે છે. જો કે, કેટલીકવાર આના કારણે લોકોને નુકસાન થાય છે. યુકેમાં રહેતી 25 વર્ષીય એલા ગ્રિફિથ (Ella Griffith) સાથે પણ આવું જ થયું. તેણે તેની શાળાના આચાર્યને ખોટું બોલીને એક સપ્તાહની રજા લીધી. પરંતુ ફેસબુકે તેનો પર્દાફાશ કર્યો.

    એલા ફેસબુક પર તેના સહકર્મીઓ દ્વારા રંગે હાથ ઝડપાઈ હતી. ખરેખર તે પોતાના બોયફ્રેન્ડ સાથે જુઠુ બોલીને ટ્રીપ પર ગઇ હતી આ જ બાબતને ધ્યાનમાં રાખીને તેણે તો ફેસબુક પર કઇ પોસ્ટ ન કર્યુ, પરંતુ તેના બોયફ્રેન્ડે એલાને પોસ્ટમાં ટેગ કરી દીધી. આનાથી તેના જૂઠાણાનો પર્દાફાશ થયો અને એલાને શાળામાંથી કાઢી મૂકવામાં આવી.

    આ પણ વાંચો - Shocking : આયાના ભરોસે બાળકને છોડીને જતા હતા મા-બાપ, એકલામાં બાળક સાથે કરતી આ કામ

    પ્રિન્સિપલને સંભળાવી ખોટી વાર્તા


    પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી એલાએ 17 સપ્ટેમ્બરે પ્રિન્સિપાલને કહ્યું હતું કે તેના ઘરે ગંભીર સમસ્યા છે. તેણે કહ્યું કે તેને પોતાની સંભાળ રાખવા માટે એક અઠવાડિયાનો સમય જોઈએ છે. એમ કહીને તેણે એક અઠવાડિયાની રજા લીધી. પ્રિન્સિપાલે પણ માનવતા દાખવીને રજા આપી દીધી. પણ તેને શું ખબર કે અહીં વાર્તા અલગ છે.

    આ પણ વાંચો - Ukraine Crisis : રશિયાના હુમલામાં ફસાયો યુક્રેનનો કાચબો, તો ઇમારત પરથી લગાવી દીધી છલાંગ

    એલા, વેલ્સમાં Ysgol Cybi schoolમાં સહાયક પ્રોફેસર હતી. તેણે અંગત સમસ્યાઓના આધારે તેની જ શાળાના આચાર્ય રીહાન ગ્રીવ પાસે રજા માંગી હતી. પરંતુ જ્યારે એલા તેના બોયફ્રેન્ડે સાથે રોમમાં વેકેશન મનાવી રહી હતી ત્યારે ફેસબુક પર એક તસવીર શેર કરવામાં આવી. આ તસવીરોમાં એલા આઈસ બારમાં દારૂ પીતી અને આખા રોમમાં ફરતી જોવા મળી હતી. કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે એલા ખોટું બોલી હતી અને તે તેના પ્રેમી સાથે ફરવા ગઈ હતી. આ પછી એલાને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Facebook, Facebook post, OMG News, Shocking news, Weird news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन