Home /News /eye-catcher /

Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

વાયરલ જવાબની તસવીર

viral news: આ ટેસ્ટ શીટમાં વિદ્યાર્થીએ (student test sheet) જે લખ્યું છે તે તમે એક વખત જોઇ લેશો તો તમે પણ આખો દિવસ હસતા (Keep smiling all day) રહેશો.

  viral news: તમે ઘણી વખત ઇન્ટરનેટ પરીક્ષાના (internet exam) જવાબોના વાયરલ ફોટાઓ (viral photos) જોયા હશે અને અમુક અતરંગી જવાબોએ તમને પેટ પકડીને હસાવ્યા પણ હશે. ઘણા વિદ્યાર્થીઓ સામાન્ય પ્રશ્નનો જવાબ એવી રીતે લખે છે જેને વાંચીને શિક્ષકો (theacher) પણ ચક્કર ખાવા લાગે છે. હાલ સોશિયલ મીડિયા (social media) પર આવી જ એક ટેસ્ટ શીટ(Test Sheet Gone Viral) વાયરલ થઇ રહી છે. આ ટેસ્ટ શીટમાં વિદ્યાર્થીએ (student test sheet) જે લખ્યું છે તે તમે એક વખત જોઇ લેશો તો તમે પણ આખો દિવસ હસતા (Keep smiling all day) રહેશો.

  વિદ્યાર્થીએ પોતાની જવાબવહીમાં એવો જવાબ લખ્યો છે કે (Viral Answer of Student) સામાન્ય માણસ તેવું વિચારી પણ ન શકે. પહેલી નજરે તમે તેને વાંચશો તો સવાલનો જવાબ સરખો હોય તેવું જણાશે. પરંતુ જ્યારે તમે એક-બે લાઇન વાંચતા આગળ વધશો ત્યાં જ તમારું મગજ પણ ચક્કર ખાવા લાગશે. વિદ્યાર્થીએ એવો જવાબ લખ્યો છે કે તે જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ આવીને પૂરો થઇ જાય છે. હવે આ જવાબ દ્વારા વિદ્યાર્થી શું કહેવા માંગે છે તે તો તે જ જણાવી શકશે.

  ભાખડા નાંગલ ડેમથી માંડીને વિશ્વ યુદ્ધ સુધીની વાતો
  આ અતરંગી જવાબવહી હાલ ઇન્સ્ટાગ્રામ(Instagram) પર વાયરલ થઇ રહી છે. Fun ki Life એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ આ આન્સર શીટમાં વિદ્યાર્થીને ભાખડા નાંગલ યોજના અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. વિદ્યાર્થી જવાબ લખવાની શરૂઆત કરીને જણાવે છે કે આ ડેમ સતલજ નદી પર બનેલો છે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

  જેમ-જેમ જવાબ આગળ વધે છે તેમાં સરદાર પટેલ, ટાટા-બાય બાય, પંડિત જવાહરલાલ નહેરૂ, ગુલાબની ખેતી, ખાંડ, લંડન, જર્મની અને વિશ્વ યુદ્ધ સુધીની વાતો આવી જાય છે. આ જવાબની રમૂજી વાત તે છે જવાબના અંતમાં વિદ્યાર્થી ફરી પંજાબ અન સતલજ બાદ ડેમ સુધી જ પહોંચી જાય છે.

  આ પણ વાંચોઃ-ગોંડલઃ પ્રેમ લગ્નના ત્રણ માસમાં પરિણીતાનો આપઘાત, રાજી ખુશીથી સાસરે વળાવેલી પુત્રીનું મરેલું મોં જોઈ માતાનો કલ્પાંત

  જવાબ જોઇને શિક્ષક કોમામાં
  આવી કોપી વાંચીને જો આપણો મગજ ચક્કર મારી જતો હોય તો વિચારો કે તે શિક્ષકોનું શું થતું હશે જે પેપર ચેક કરતી સમયે આવા અનેક જવાબો વાંચતા હશે. આ કોપીને જોઇને શિક્ષકે વિદ્યાર્થીને 10માંથી 0 માર્ક્સ આપ્યા છે. અને સાથે જ એક નોટ લખી છે કે, ટીચર કોમામાં છે. સ્વાભાવિક છે કે કોઇ એક જ પેજમાં એક જ પ્રશ્નમાં અનેક વિષયો તમને લખીને આપે તો કોઇ પણ કોમામાં ચાલ્યું જશે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે આરોપીઓએ છરી વડે યુવકના ગુપ્તાંગ ઉપર કર્યો હુમલો, કારણ જાણી ચોંકી જશો

  આ પોસ્ટ પર અનેક લોકોએ કમેન્ટ્સ કરી છે અને કહ્યું કે આ વિદ્યાર્થીના ચરણ સ્પર્શ કરી લેવા જોઇએ. એક યૂઝરે લખ્યું કે, જવાબ લખનારને 21 તોપોની સલામી આપવી જોઇએ. તો અમુક યુઝર્સે વિદ્યાર્થીના ટેલેન્ટના વખાણ કર્યા છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Ajab Gajab, OMG News, Viral news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन