Home /News /eye-catcher /Tea art: ચા નાખીને આર્ટીસ્ટે બનાવી અદ્ભુત પેઈન્ટિંગ, આર્ટવર્ક જોઈને તમે પણ રહી જશો દંગ, જુઓ વીડિયો
Tea art: ચા નાખીને આર્ટીસ્ટે બનાવી અદ્ભુત પેઈન્ટિંગ, આર્ટવર્ક જોઈને તમે પણ રહી જશો દંગ, જુઓ વીડિયો
Chai Se Kalakari: ચા નાખીને બનાવેલું અદ્ભુત આર્ટવર્ક.
Tea Painting: જ્યારે તમે સવારે ઉઠો છો અને ચા ન મળે તો તમારો આખો દિવસ ખરાબ જાય છે. સવારમાં ચા મળે એનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે. પણ ચા પીધા પછી જેટલો આનંદ અનુભવાય છે તેટલો જ તેના દ્વારા કરવામાં આવેલી કલાત્મકતાથી આશ્ચર્ય થાય છે.
Chai Se Kalakari: ચા એ જાણો આપણા જીવનનો હિસ્સો છે. સવારે ઉઠતાની સાથે જો ચા ના મળે તો આખો દિવસ બેચેનીમાં પસાર થાય છે. અને ચા પીને જ આખરે શાંતિ લાગે છે. જ્યારે તમે સવારે ઉઠો છો અને પલંગ પર ચા મળે, ત્યારે આખો દિવસ સારો થઈ જાય છે.
આનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે. ચાના શોખીનો ચા સાથે નવા નવા પ્રયોગો કરતા હોય છે. જેના અવાર નવાર વીડિયો સામે આવતા હોય છે અને તે વીડિયો લોતો પસંદ પણ કરે છે. પણ ચા પીધા પછી જેટલો આનંદ અનુભવાય છે તેટલો જ તેના દ્વારા કરવામાં આવેલી કલાત્મકતાથી આશ્ચર્ય થાય છે. આવી જ એક આર્ટવર્કનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે શરૂઆતમાં સરળ લાગે છે, પરંતુ અંતે આશ્ચર્યજનક છે.
આ વીડિયો લવી નાગર ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે તે એક સ્કેચ પર ચા રેડે છે અને પછી તેનો ઉપયોગ કલાનો અદભૂત નમૂનો બનાવવા માટે કરે છે. વિડિયોની શરૂઆતમાં MBA ચાય વાલાના સ્થાપક પ્રફુલ્લ બિલ્લોરનું પેન્સિલ સ્કેચ બતાવવામાં આવ્યું છે. કલાકાર પછી સ્કેચ પર ચા રેડે છે. તે પછી આર્ટવર્ક પૂર્ણ કરવા માટે તેને ફેલાવવા માટે બ્રશનો ઉપયોગ કરે છે.
આ વીડિયો થોડા દિવસો પહેલા શેર કરવામાં આવ્યો હતો. પોસ્ટ કરવામાં આવ્યું ત્યારથી તે 6.7 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે અને જોવાયાની સંખ્યા વધી રહી છે. ઉપરાંત, શેરને 23,000 થી વધુ લાઈક્સ મળી છે. આ વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપતાં વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે.