VIDEO: તંદૂરી રોટલી તો ખાધી હશે, શું તંદૂરી ચા પીધી છે?

  • Share this:
    ભાગ્યે જ એવો કોઈ માણસ હશે જેણે, અત્યાર સુધીમાં તંદૂરી રોટલી કે તંદૂરી ચિકનનું નામ ન સાંભળ્યું હોય, અથવા તેને ખાધુ ન હોય. જોકે, તંદૂરથી પ્રખ્યાત થયેલ આ વ્યંજન વચ્ચે હવે વધુ એક નામ જોડાઈ ગયું છે. અને તે છે તંદૂરી ચા. પૂણેમાં ચાય લા ની ચા એકદમ અનોખી છે, કારણ કે અહીં સ્પેશ્યલ તંદૂરી ચા મળે છે. આ ચા એક ખાસ રેસિપીની મદદથી તૈયાર કરવામાં આવે છે.



    એકદમ અનોખી રીતે બનાવવાની કારીગરીથી આ ફેમસ થઈ ગઈ છે. આ યૂનિક ટી-સ્ટોલ ખોલવાનો આઈડીયા પ્રમોદ બેંકર અને અમોલ રાજદેવને આવ્યો હતો. તંદૂર દ્વારા ચા બનાવાવનો દુનિયામાં આ પહેલો એક્સપેરિમેંટ છે. ઉલ્લેખનીય છે કે, ગામમાં દાદીમાને માટીના વાસણમાં દૂધ ઉકાળતા જોઈ આ તંદૂરી ચાનો આઈડિયા આવ્યો હતો અને અત્યારે આ તંદૂરી ચા દેશ ભરમાં પોતાનું નામ કમાઈ રહી છે.
    Published by:kiran mehta
    First published: