Google Mapsને કારણે વ્યક્તિની જિંદગી બરબાદ, પત્ની કરે છે શંકા!

News18 Gujarati
Updated: May 23, 2020, 9:34 AM IST
Google Mapsને કારણે વ્યક્તિની જિંદગી બરબાદ, પત્ની કરે છે શંકા!
પ્રતિકાત્મક તસવીર

તામિલનાડુના વ્યક્તિએ પોલીસને અરજી આપી છે કે ગૂગલ મેપ્સને કારણે તેના સુખી દાંમ્પત્ય જીવનમાં અનેક મુશ્કેલી આવી છે.

  • Share this:
ચેન્નાઇ : ગૂગલ મેપ્સ (Google Maps)ને કારણે આપણી જિંદગી ઘણી સરળ બની છે. જ્યારે આપણને રસ્તાઓની ખબર ન હોય અને કોઈની મદદ મળી ન રહી હોય ત્યારે જે તે સ્થળે પહોંચવા માટે ગૂગલ મેપ ખૂબ જ ઉપયોગી છે. પરંતુ એક વ્યક્તિએ ફરિયાદ કરી છે કે ગૂગલ મેપના કારણે તેની જિંદગી નરક બની ગઈ છે.

તામિલનાડુના ચંદ્રશેખરે કહ્યુ કે ગૂગલ મેપે તેના સુખી દાંમ્પત્ય જીવનમાં ઝેર ઘોળ્યું છે. તેણે આક્ષેપ લગાવ્યો છે કે તે જે જગ્યા પર નથી ગયો ત્યાંનું લોકેશન પણ ગૂગલ મેપ્સ બતાવે છે. વ્યક્તિએ આરોપ લગાવ્યો કે તેની પત્ની ગૂગલ મેપ્સ જોઈને તેના પર શંકા કરે છે. ગૂગલ મેપ્સને કારણે તેની ઊંઘ હરામ થઈ ગઈ છે.

હાલ ફરિયાદ દાખલ નથી થઈ

નાગાપટ્ટિનમ જિલ્લાના મઇલાદુથુરાઈના 49 વર્ષીય ચંદ્રશેખરે સ્થાનિક પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ આપી છે. પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેની પત્ની તેનાથી વધારે ગૂગલ મેપ પર વધારે વિશ્વાસ કરે છે. તેણી સતત એવા સવાલ કરે છે કે 'તું ક્યાં હતો.' ચંદ્રશેખરે કહ્યું કે તેની પત્ની સતત આ અંગે વિચાર કરતી હોવાથી તેનું લગ્ન જીવન સંકટમાં આવી શકે છે.

આ પણ વાંચો : કરાચી વિમાન ક્રેશમાં 97નાં મોત, ક્રેશ પહેલાનો વીડિયો આવ્યો સામે

ચંદ્રશેખરના જણાવ્યા પ્રમાણે તે તેની પત્નીના સવાલોના જવાબ નથી આપી શકતો. પરિવારના લોકો, સંબંધીઓ, કાઉન્સિલરના સમજાવ્યા છતાં તે કોઈની વાત નથી માની રહી. પત્નીને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું સાચો છું. ચંદ્રશેખરના જણાવ્યા પ્રમાણે ગૂગલ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેને ન્યાય અપાવવામાં આવે. જ્યારે તપાસ અધિકારીએ જણાવ્યું છે કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી.
First published: May 23, 2020, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading