વિચિત્ર કિસ્સોઃ 'મેડમ, મારી પત્ની નહાતી નથી, તેના શરીરમાંથી ગંધ આવે છે, છૂટાછેડા અપાવો'

મહિલાની પ્રતિકાત્મક તસવીર

OMG news: અલીગઢમાં (Aligarh news) બે વર્ષ પહેલા ચંડોસાના એક યુવકના નિકાહ ક્વાર્સીની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ શરુ શરૂમાં તે ઠીક ચાલી રહ્યો હતો. પરંતુ દંપતીમાં મનભેદ અને ઝઘડા (husband wife fight) થવાના શરૂ થયા હતા.

 • Share this:
  અલીગઢઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) અલીગઢમાં (Aligarh) એક મુસ્લિમ દંપતી (muslim couple) અજીબોગરીબ કારણે (OMG case) તલાક સુધી (Talaq) પહોંચી ગયા હતા. આ મામલો મહિલા પ્રોટેક્શન સેલ સુધી પહોંચી ગયા છે. બંનેનું લગ્ન જીવન ટકાવી રાખવા માટે દંપતીનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. કાઉન્સલિંગ દરમિયાન બધા હેરાન થઈ ગયા હતા પતિએ પોતાની (husband wife fight) પત્ની પાસે છૂટાછેડા (divorce) લેવા માટે કારણ આપ્યું હતું કે પત્ની ન્હાતી નથી. પતિએ કાઉન્સિલરને કહ્યું કે મેડમ મારી પત્ની ન્હાતી નથી. હું તેની સાથે ન રહી શકું. મહેરબાની કરીને છૂટાછેડા અપાવો.

  આ મામલો અલીગઢના ચંડોસા વિસ્તારનો છે. માનવામાં આવી રહ્યું છે કે બે વર્ષ પહેલા ચંડોસાના એક યુવકના નિકાહ ક્વાર્સીની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ શરુ શરૂમાં તે ઠીક ચાલી રહ્યો હતો. પરંતુ દંપતીમાં મનભેદ અને ઝઘડા થવાના શરૂ થયા હતા.

  બંને એકબીજાની આદતો અને રહન-સહનને લઈને કોમેન્ટ કરવા લાગ્યા હતા. આ વચ્ચે નવ મહિના પહેલા બંનેને એક પુત્ર થયો હતો. પરંતુ પરિવારમાં ઝઘડાનો સિલસિલો રોકાયો ન હતો. ઘરમાં તૂં-તૂં, મૈં-મૈં જ્યારે હદ પાર કરી ગઈ તો આ મામલો પોલીસ અને વૂમન પ્રોટેક્શન સેલના પગથિયે પહોંચ્યો હતો. કાઉન્સિલરે પતિ અને પત્ની બંને સમજાવવાની કોશિશ કરી હતી.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મેષ રાશિ માટે અઠવાડિયું નવી શરુઆત બની શકે છે, જાણો રાશિફળ

  આ વચ્ચે પતિ, પત્ની ન્હાતી ન હોવાની વાતને આગળ ધરીને તલાક અપાવવા માટે મદદની ગુહાર લગાવી હતી. પતિએ કહ્યું કે તે પત્નીની એટલા માટે પરેશાન છે. કારણ કે તે રોજ ન્હાતી નથી. તેના શરીરમાંથી ગંધ આવે છે. હવે તે તેની પત્ની સાથે રહેવા માંગતો નથી. બીજી તરફ પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના આરોપ પાયાવિહોણા છે. પતિ તેને વારંવાર પરેશાન કરે છે.

  આ પણ વાંચોઃ-17 વર્ષના પુત્રને સાવકી માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો પિતા, પછી....

  બે વર્ષ પહેલા પટનાના મસૌઢી વિસ્તારમાં પણ આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે પત્નીએ પતિ ઉપર મારપીટ અને ઘરેથી કાઢી મૂકવા માટે આરોપ લગાવ્યો હતો. ઘરેલૂં હિંસાની ફરિયાદ ઉપર મહિલા આયોગે પતિને નોટિસ ફટકારી હતી.

  આ પણ વાંચોઃ-શરમજનક કિસ્સોઃ પતિએ પત્ની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બનાવવાનું શરું કર્યું, કારણ કે...

  ઉલ્લેખનીય છે કે સમાજમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય બાબત છે. પરંતુ ક્યારે એવા કારણો સાથે ઝઘડા થાય ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બનતા હોય છે. આવી સ્થિતિમાં અલીગઢનો આ કિસ્સો ચર્ચાના એરણે ચડ્યો છે.
  Published by:ankit patel
  First published: