Unusual World Record of 2021: વર્ષ 2021 (Passing Year of 2021) હવે પૂરું થવા પર છે. વર્ષ વીતવા સાથે 2021ની સારી, ખરાબ, અબ-ગજબ યાદો એક પછી એક પસાર થઈ રહી છે. આવા જ દિમાગ ચકરાવે ચડાવતા અજીબોગરીબ વર્લ્ડ રેકોર્ડ્સ (Weird World Records) પર આપણે નજર નાખીએ. આ એવા રેકોર્ડ છે (Unusual World Records 2021) જેને જોતાં જ લોકોની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. આ રેકોર્ડ્સ ચાલુ વર્ષે ઘણાં ચર્ચામાં રહ્યા હતા.
7 સેકન્ડમાં પહેર્યા 10 માસ્ક
કોરોના મહામારી (Corona pandemic)એ દસ્તક આપ્યા બાદ હવે માસ્ક પહેરવું આપણી રોજિંદી જિંદગીનો ભાગ બની ગયું છે. જ્યોર્જ પીલ (George Peel) નામના વ્યક્તિએ અહીંથી જ મગજ લડાવ્યું અને પોતાના માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં (Guinness World Record) એન્ટ્રી કરવાનો રસ્તો તૈયાર કરી લીધો. તેણે સર્જિકલ માસ્કને ચહેરા પર લગાવવાની એવી પ્રેક્ટિસ કરી કે અમુક સેકન્ડમાં તો તે કેટલાય માસ્ક (Fastest Wearing Surgical Masks) ફટાફટ પોતાના કાન પર ચડાવી લે છે. જ્યોર્જે ફક્ત 7.35 સેકન્ડમાં પોતાના ચહેરા પર 10 માસ્ક લગાવ્યા અને વર્લ્ડ રેકોર્ડ બનાવનારાની લિસ્ટમાં એન્ટ્રી કરી લીધી.
કદમાં નાનું કે મોટું હોવું એ વ્યક્તિનું મનોબળ નક્કી નથી કરી શકતું. આ વાત સાબિત કરી છે ભારતીય બોડી બિલ્ડર પ્રતિક વિઠ્ઠલે (Pratik Vitthal). 26 વર્ષીય પ્રતિકને શરીરથી (Shortest Bodybuilder World Record) કુદરતે ભલે પરફેક્ટ ના બનાવ્યો હોય, પરંતુ તેણે પોતાની ખામીને પોતાની તાકાત બનાવી અને વિશ્વનો સૌથી નાના કદનો બોડી બિલ્ડર (World’s Shortest Bodybuilder) બન્યો. 3 ફૂટ 4 ઇંચના પ્રતીકે તેની ખામીને શક્તિ બનાવી અને વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયો. તેણે બોડી બિલ્ડિંગમાં પોતાનું કરિયર બનાવવાનું વિચાર્યું અને પોતાનું સપનું પણ પૂરું કર્યું.
જીભથી પંખો રોકી દીધો!
દુનિયાભરમાં કેટલાય અજીબોગરીબ લોકો અને તેમના અનોખા કિસ્સા સાંભળવા મળે છે. આવા લોકો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે કોઇપણ હદે જઈ શકે છે. આવો જ એક કારનામો ઝો એલિસ (Zoe Ellis) નામની મહિલાએ કર્યો છે, જેણે પોતાની જીભથી પંખો રોકીને (Stopping fan with tongue) વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાની જોને આમ કરતા જોઈને લોકો ફાટી આંખે જોતાં રહી ગયા. તેણે ઇટલીમાં ઇલેક્ટ્રિક ફેનની બ્લેડ રોકીને રેકોર્ડ બનાવ્યો અને લોકોને સદમામાં પણ નાખી દીધા.
ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં રહેતા નેવિલે શાર્પ હવે પૃથ્વીની એ વ્યક્તિ બની ચૂકી છે, જેનો ઓડકાર આખી દુનિયામાં જાણીતો બની ગયો છે. તેની 112.4 ડેસિબલ વાળા ઓડકારનો અવાજ કોઈ ઇલેક્ટ્રિક ડ્રિલથી પણ વધુ તેજ હોઈ શકે છે. નેવિલેને બાળપણમાં તેની મોટી બહેને ઓડકાર ખાવાનું શીખવ્યું હતું. 45 વર્ષીય નેવિલે પોતાની પત્નીના કહેવાથી આ અજીબોગરીબ રેકોર્ડ માટે અપ્લાય કર્યું હતું ને હવે તે વર્લ્ડ રેકોર્ડ (Guiness World Record) હોલ્ડર છે.
આ વર્ષે વધુ એક ચોંકાવનારો રેકોર્ડ ક્રોએશિયાના એક 56 વર્ષીય વ્યક્તિએ બનાવ્યો છે. બુડમીર સોબત નામના આ વ્યક્તિએ પાણીની અંદર સૌથી વધુ સમય સુધી શ્વાસ રોકી રાખવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ વ્યક્તિએ 24 મિનિટ 37 સેકન્ડ સુધી પાણીની અંદર પોતાનો શ્વાસ રોક્યો હતો. આ પહેલા પણ આ રેકોર્ડ તેના નામે હતો અને ત્યારે એ 34 સેકન્ડ ઓછો હતો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર