નકુલ જસૂજા, સિરસાઃ કહે છે કે ભગવાન જ્યારે આપે છે ત્યારે અનરાધાર આપે છે. આવું જ કંઇક થયું છે કલાંવાલીમાં મીઠાઈની દુકાન ધરાવતા ધર્મપાલની સાથે. પંજાબ સ્ટેટ રાખી બમ્પર (Rakhi Bumper)ના પરિણામ કાલે જાહેર થયા છે. શુક્રવાર સવારે જ્યારે ધર્મપાલે જોયું તો તેમને દોઢ કરોડની લોટરી (Lottery) લાગી હતી. ત્યારબાદ તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા. જેવી આ વાતની જાણ બજારમાં અન્ય વેપારીઓને અને ધર્મપાલના સગા-મિત્રોને થઈ તો લોકો શુભેચ્છા આપવા તૂટી પડ્યા.
ધર્મપાલનું કહેવું છે કે તેને ખૂબ ખુશી થઈ છે કે તેઓ થોડા દિવસ પહેલા લોટરીની ટિકિટ ખરીદીને લાવ્યા હતા. શુક્રવારે જ્યારે પરિણામ જોયું તો ખુશી જ ખુશી છવાઈ ગઈ. ધર્મપાલનું કહેવું છે કે તે આ રૂપિયાથી કેટલાક ગરીબોમાં દાન કરશે. ઉલ્લેખનીય છે કે, કલાંવાલી બજારમાં આવું ત્રીજી વાર થયું છે, જ્યારે કોઈને દોઢ કરોડની લોટરી લાગી છે. આ પહેલા એક શાકવાળાને અને કરિયાણાની દુકાન ધરાવતા વ્યક્તિને લોટરી લાગી ચૂકી છે.
પ્રેમ સ્વીટ્સના સંચાલક ધર્મ પાલ અને દેવીલાલે જણાવ્યું કે તેઓએ એક સપ્તાહ પહેલા સિરસાના એક એજન્ટના માધ્યમથી રાખી બમ્પર લોટરીની 5 ટિકિટ ખરીદી હતી. ત્યારબાદ લગભગ 5 દિવસ પહેલા એ જ એજન્ટ તેમની દુકાને ફરી આવ્યો અને કહેવા લાગ્યો કે એક છેલ્લી ટિકિટ બચી છે, આને તમે જ ખરીદી લો. આ છેલ્લી ટિકિટથી જ તેમને દોઢ કરોડની લોટરી લાગી છે.
પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો - ગુરૂવાર મોડી સાંજે લોટરી એજન્ટે તેમને ફોન કરીને જાણ કરી કે તેમને દોઢ કરોડનું ઈનામ લાગ્યું છે. પહેલા તો તેમણે એજન્ટની વાત પર વિશ્વાસ મૂક્યો જ નહી. પરંતુ બાદમાં શુક્રવાર સવારે એજન્ટે ફરી ફોન કરીને જણાવ્યું કે આ નંબરની ટિકિટનો ડ્રો નીકળ્યો છે તો તેમણે પોતાની ટિકિટનો નંબર જોયો. ત્યારબાદ તેઓ ખૂબ ખુશ થઈ ગયા અને પરિવાર પણ ખુશીમાં ઝૂમી ઉઠ્યો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર