ઓપરેશન કરી બાળકને ગર્ભમાંથી બહાર કાઢ્યું, ફરી પરત ગર્ભમાં મુકી દીધું

બાળકને ગર્ભમાંથી બહાર કાઢ્યું, ફરી પરત ગર્ભમાં મુકી દીધું

ડૉકટરોએ ગર્ભાશયમાંથી ગર્ભ બહાર કાઢ્યો, તેનું ઓપરેશન કરી ફરી બાળકને ગર્ભાશયમાં મૂકી દીધું છે.

 • Share this:
  ઘણી વખત ગર્ભમાં આવી બીમારી હોય છે જે ઓપરેશન કર્યા વગર કરવાનું શક્ય નથી. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ડૉકટરોએ ગર્ભાશયમાંથી ગર્ભ બહાર કાઢ્યો છે, તેનું ઓપરેશન કર્યું છે અને બાદમાં તેને ગર્ભાશયમાં મૂકી દીધું છે. જાણો, શું છે સંપૂર્ણ મામલો.

  આ મામલો લંડનનો છે. યુનિવર્સિટી કોલેજ ઑફ લંડન અને ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલના ડૉકટરોએ આ ઓપરેશન હાથ ધર્યું હતું.

  ડૉકટરો સફળતાપૂર્વક બાળકને ગર્ભાશયની બહાર લાવે છે. 26 વર્ષની ગર્ભવતી મહિલા સિમ્પ્સન સાથે આવું થયું હતું. આ સર્જરીને મેડિકલ સાયન્સમાં ફેટલ સર્જરી તરીકે ઓળખવામાં આવે છે.

  સિમ્પ્સને તેની પૂરી કહાની ફેસબૂક પર જણાવી છે. તેણે જણાવ્યું કે સિમ્પસન 24 અઠવાડિયાથી ગર્ભવતી હતી ત્યારે આ સર્જરી કરવામાં આવી હતી.
  ગર્ભના કરોડરજ્જુમાં સમસ્યા હતી, જેના માટે ઓપરેશન કરવું જરૂરી હતું.  ડૉકટરોએ શરૂઆતમાં સિમ્પસનને ગર્ભપાત કરવાની સલાહ આપી હતી પરંતુ સિમ્પ્સને ના પાડી હતી. ત્યારબાદ ડૉકટરોએ ગર્ભની સર્જરી કરવાના વિકલ્પની ઑફર કરી, જેમાં સિમ્પ્સન અને તેના પતિ સંહમત થયા.

  સિમ્પસન કહે છે કે આ સર્જરી દરમિયાન તેમની પાસે વિશ્વના શ્રેષ્ઠ ડોકટરો હતા જેમણે આ સર્જરી કરી હતી. યુકેની આ પહેલી સર્જરી છે જેનું સફળતાપૂર્વક ઑપરેશન કરવામાં આવ્યું છે.
  Published by:Bhoomi Koyani
  First published: