ખેતરને નજર ન લાગે તે માટે ખેડૂતે લગાવ્યું 'સની લિયોન'નું પોસ્ટર

News18 Gujarati
Updated: February 14, 2018, 11:37 AM IST
ખેતરને નજર ન લાગે તે માટે ખેડૂતે લગાવ્યું 'સની લિયોન'નું પોસ્ટર
ખેડૂતે એ.ચેચૂ રેડ્ડીએ પાકને કોઇની નજર ન લાગે તે માટે સની લિયોનનાં બિકીનીવાળા બે પોસ્ટર્સ લગાવ્યા છે. અને તેનાં પર તેલુગૂ ભાષામાં  લખ્યુ છે, 'મારી ઇર્ષ્યા ન કરતાં'

ખેડૂતે એ.ચેચૂ રેડ્ડીએ પાકને કોઇની નજર ન લાગે તે માટે સની લિયોનનાં બિકીનીવાળા બે પોસ્ટર્સ લગાવ્યા છે. અને તેનાં પર તેલુગૂ ભાષામાં  લખ્યુ છે, 'મારી ઇર્ષ્યા ન કરતાં'

  • Share this:
બેંગ્લુરુ: અત્યાર સુધી આપે સાંભળ્યુ હશે કે ખેડૂતો તેમનાં પાકને કીટનાશકથી બચાવવા ફેન્સિંગનો ઉપયોગ કરે છે. તો ઘણી વખત પક્ષીઓથી બચાવવા ચાડીયો ખેતરમાં મુકે છે. પણ આંધ્ર પ્રદેશનાં એક ખેડૂતે તેનાં પાકને  બૂરી નજરથી બચાવવા માટે બિકીની પહેરેલી સની લિયોનનું એક પોસ્ટર લગાવી દીધુ છે. હાલમાં આ પોસ્ટર અને ખેડૂત બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ છે.

આંધ્ર પ્રદેશનાં નેલ્લોર જિલ્લાનો આ ખેડૂત છે. અહીંનાં બાંદાકિંદિપલ્લી ગામનાં ખેડૂતે એ.ચેચૂ રેડ્ડીએ પાકને કોઇની નજર ન લાગે તે માટે સની લિયોનનાં બિકીનીવાળા બે પોસ્ટર્સ લગાવ્યા છે. અને તેનાં પર તેલુગૂ ભાષામાં  લખ્યુ છે, 'મારી ઇર્ષ્યા ન કરતાં'



ખેડૂતનો દાવો છે કે, આ પોસ્ટરને લગાવ્યા બાદથી તેનાં પાકમાં ઘણો સુધારો આવ્યો છે. તેનું કહેવું છે કે, અહીંથી પસાર થતા લોકો મારા ખેતરનાં પાકની જગ્યાએ આ સની લિયોનનો ફોટો જુએ છે. જેને કારણે મારો પાક ખરાબ નજરથી બચી જાય છે.

આપને જણાવી દઇએ કે ગામની પાસે રસ્તાનાં કિનારે રેડ્ડીની 10 એકરની જમીન છે ઘણાં વર્ષોથી તે અહીં ખેતી કરે છે. ગત કેટલાંક વર્ષોથી તેમનો પાક ખરાબ થઇ જતો હતો તેથી તેણે આ વખતે સની લિયોનનું પોસ્ટર લગાવવાનો વિચાર આવ્યો. પોસ્ટર લગાવ્યા બાદ તેનો પાક સારો ઉતરવા લાગ્યો છે.

રેડ્ડીનું કહેવું છે કે, મે મારા પાકને ખરાબ નજરથી બચાવવા માટે ઘણાં ટુચકા અજમાવી જોયા હતાં પણ તેનાંથી મને કોઇ જ ફાયદો થયો ન હતો. થોડા સમય પહેલાં મારા એક મિત્રએ મજાક મજાકમાં કહ્યું હતું કે સની લિયોનનાં પોસ્ટર તુ તારા ખેતરમાં લગાવી દે. જે બાદ મને તે લગાવવાનો વિચાર આવ્યો હતો. અને મારો આ ટૂચકો ખરેખરમાં કામ લગ્યો. મારા ખેતરમાં આ વખતે પાક સારો થયો છે હું આ પોસ્ટર લગાવીને ખુશ છું.
First published: February 14, 2018, 11:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading