ડોક્ટરે કર્યો એવો પ્રયોગ, અનાથ બાળકોની જિંદગીભર આવી થઈ હાલત!

એક પ્રયોગે લગભગ 22થી વધુ બાળકોને જિંદગીભર વિકલાંગ બનાવી દીધા

News18 Gujarati
Updated: April 9, 2019, 2:28 PM IST
ડોક્ટરે કર્યો એવો પ્રયોગ, અનાથ બાળકોની જિંદગીભર આવી થઈ હાલત!
મોનસ્ટર સ્ટડી
News18 Gujarati
Updated: April 9, 2019, 2:28 PM IST
વર્ષ 1939માં સ્કોટના લોવા રાજ્યમાં બાળકો પર એક ખાસ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા હતા, જેને બાદમાં 'મોનસ્ટર સ્ટડી'નું નામ આપવામાં આવ્યું. આ પ્રયોગના કારણે લગભગ 22 બાળકોનો જિંદગીભર માટે અવાજ ખરાબ થઈ ગયો. આ એક્સપરિમેન્ટનું સંચાલન કરનારા વેંડેલ જોનસન અનેક વર્ષોથી અટકાઈને બોલવા જેવી સ્પીચ ડિસઓર્ડર પર રિસર્ચ કરી રહ્યા હતા. પોતાના આ પ્રયોગ માટે તેઓએ 22 અનાથ બાળકોનો ઉપયોગ કર્યો હતો. જાણો, આ પ્રયોગે લગભગ 22થી વધુ બાળકોને અચકાઇને બોલતા કરી દીધા.

નાનપણથી જ ડો. વેંડેલ જોનસન અચકાઈને બોલવાની સમસ્યાથી ગ્રસ્ત હતા. આ કારણે તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 16 વર્ષની ઉંમરમાં તેમની બગડતી હાલતને જોઈએ તેઓને સ્પીચ સ્કૂલ મોકલવામાં આવ્યા, પરંતુ તે ઠીક ન થયા. ત્યારબાદ તેમની જિંદગીમાં આ બીમારીએ એક ખાસ સ્થાન મેળવી લીધું. તેઓએ આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે તેને જ પોતાની કારર્કિદી બનાવી દીધી.

જોનસનનું એવું માનવું હતું કે અચકાવું કોઈ બીમારી નથી અને ન તો તે કોઈ પ્રકારનો આનુવંશિક રોગ છે. આ એક માનસિક રોગ છે જેનું મુખ્ય કારણ આત્મવિશ્વાસની કમી હોવી છે. પોતાના આ તર્કને સાચું પુરવાર કરવા માટે તેઓએ એક પ્રયોગ કર્યો, જેનું નામ હતું 'મોન્સ્ટર સ્ટડી'.

મોનસ્ટર સ્ટડી


શું હતું આ મોન્સ્ટર સ્ટડી
ડો. જોનસને આ પ્રયોગ માટે અનાથ આશ્રમમાં રહેનારા 22 બાળકોનો ઉપયોગ કર્યો. આ તમામ બાળકો સિવિલ વોરમાં માર્યા ગયેલા જવાનોના સંતાન હતા. તે અનાથ આશ્રમમાં લગભગ 600થી વધુ બાળકો રહેતા હતા, જેમાંથી જોનસને 22 બાળકોને આ પ્રયોગ માટે પસંદ કર્યા હતા. આ પ્રયોગની બધી જવાબદારી જોનસને પોતાની આસિસ્ટન્ટ મૈરી ટૂડોરને આપી દીધી હતી.
ડો. વેંડેલ જોનસન


આ પ્રયોગ માટે તે તમામ 22 બાળકોને ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. જે બાળકો અચકાતા હતા તેમને અલગ રાખવામાં આવ્યા. બોલવામાં અચકાતા બાળકોમાંથી કેટલાક બાળકો એવા હતા જેમના મગજમાં વાત બળજબરીથી નાખવામાં આવી હતી કે તેમને અચકાઈને બોલવાની સમસ્યા છે. જે બાળકો બચી ગયા હતા, તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા નહોતી. આ તમામ બાળકોને ગ્રુપમાં વહેંચ્યા બાદ લગભગ 45 મિનિટ સુધી તેમની સાથે વાતચીત કરવામાં આવતી હતી. જેમાં તેમના મગજમાં બળજબરીથી એ વાત નાખવામાં આવતી હતી કે તેમને કોઈ પ્રકારની સ્પીચ ડિર્સોડર છે. તેની અસરથી જે બાળકો બિલકુલ ઠીક-ઠાક હતા તે તમામ આ પ્રયોગ બાદ જિંદગીભર માટે અચકાઈને બોલવા લાગ્યા.

આ પણ વાંચો, રાત્રે સુતેલી 19 વર્ષની છોકરી સવારે બની ગઇ મા, 45 મિનિટમાં આપ્યો બાળકને જન્મ

વર્ષ 1965માં ડો. વેંડેલ જોનસનનું હાર્ટ અટેકના કારણે મોત થઈ ગયું. તે સમય તેઓ સ્પીચ ડિર્સોડર પર એક પુસ્તક લખી રહ્યા હતા, જે પૂરી નહોતી થઈ શકી. તેમના મોત બાદ વર્ષ 2001માં લોવાની મીડિયાએ ખુલાસો કર્યો અને યુનિવર્સિટીની વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો.

આ પણ વાંચો, મહિલાની આંખની અંદર મધમાખીઓએ બનાવ્યું હતું ઘર, ડોક્ટર પણ હેરાન
First published: April 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...