અદભૂત નજારો! સૂર્યોદયથી પહેલા આકાશમાં દેખાશે એક સાથે 5 ગ્રહ, કેવી રીતે જોઈ શકશો તમે?

News18 Gujarati
Updated: July 19, 2020, 5:16 PM IST
અદભૂત નજારો! સૂર્યોદયથી પહેલા આકાશમાં દેખાશે એક સાથે 5 ગ્રહ, કેવી રીતે જોઈ શકશો તમે?
પ્રતિકાત્મક તસ વીર

સૌરમંડળના આ અદભૂત નજારો સુર્યોદયથી ઠીક 40 મિનિટ પહેલા જોવા મળશે. આ અદભૂત નજારા દરમિયાન બુધ, શુક્ર, ગુરુ, શનિ અને ચાંદને એક સાથે જોવા મળશે.

  • Share this:
નવી દિલ્હીઃ સૌરમંડળના (Solar system) ગ્રહોને (Planets) જવો એ દરેકની તમન્ના હોય છે. આપણે બધા જાણીએ છીએ સારા ટેલિસ્કોપ વગર આ ગ્રહોને જોઈ શકાતા નથી. પરંતુ આજે અમે તમને એવી વાત જણાવીશું જેને સાંભળીને તમારી ખુશીના ઠેકાણા નહીં રહે. ઉલ્લેખનીય છે કે અંતરિક્ષમાં (Space) એક એવો અદભૂત નજારો જોવા મળશે જેની કલ્પના પણ તમે નહીં કરી હોય. ઉલ્લેખનીય છે કે રવિવારે સવારથી 25 જુલાઈ સુધી દરરોજ તમને એક સાથે પાંચ ગ્રહોને આકાશમાં કોઈપણ ટેલિસ્કોપની મદદથી જોઈ શકશો.

સૌરમંડળના આ અદભૂત નજારો સુર્યોદયથી ઠીક 40 મિનિટ પહેલા જોવા મળશે. આ અદભૂત નજારા દરમિયાન બુધ, શુક્ર, ગુરુ, શનિ અને ચાંદને એક સાથે જોવા મળશે. ખગોળશાસ્ત્રી પ્રમાણે આ અદભૂત નજારો આશરે 45 મિનિટ સુધી દેખાશે. સીનેટ પ્રમાણે આ અદભૂત નજારા સૂર્યોદરના ઠીક એક કલાક પહેલા જોવા મળશે.

ખગોળશાસ્ત્રી જેફ્રી હંટના પ્રમાણે ગ્રહોનો અદભૂત નજારો તમને અનેક દિશાઓમાં જોવા મળશે. શુક્ર ગ્રહ ઉત્તર પૂર્વ દિશામાં ચમકતો દેખાશે. જ્યારે મંગળ દક્ષિણમાં એકલો દેખાશે.

આ પણ વાંચોઃ-સુરતઃ કોરોનાનું સંક્રમણ વધતા વરાછા હીરા બજાર, ચોકસી બજાર અને સેફ વોલ્ટ 31 જુલાઇ સુધી બંધ 

આ પણ વાંચોઃ-Lockdown Effect: રાજકોટ જિલ્લામાં ખાનગી શાળાઓ છોડી સરકારી, ગ્રાન્ટેડ શાળાઓ તરફ વળ્યા વાલીઓ

આ પ્રકારે ગુરુ અને શનિ પણ દક્ષિણ પશ્વિમ દિશામાં હશે. ખગોળશાસ્ત્રી પ્રમાણે આ દરમિયાન 4 ગ્રહોને જોવા સરળહશે પરંતુ બુધ ગ્રહને ટેલિસ્કોપ વગર જોવો થોડો મુશ્કેલ હશે.

25 જુલાઈ પછી અદભૂત નજારો બે વર્ષ બાદ 2022માં આવો નજારો જોવા મળશે. જો તમે આ નજારાને વધારે યાદગાર અને આસાન બનાવવા માંગો છો તો તમે Google Sky એપની પણ મદદ લઈ શકો છો. આ નજારો 19 જુલાઈથઈ 25 જુલાઈ સુધી સૂર્યોદયથી ઠીક પહેલા રોજ દેખાશે.
Published by: ankit patel
First published: July 19, 2020, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading