Home /News /eye-catcher /સફાઇ કર્મચારીને કચરામાંથી મળી એક બેગ, અંદર જે હતું તે જાણીને તમે પણ ચોંકી જશો

સફાઇ કર્મચારીને કચરામાંથી મળી એક બેગ, અંદર જે હતું તે જાણીને તમે પણ ચોંકી જશો

કચરાની થેલીમાંથી મળ્યો અજગર

યુનાઇટેડ કિંગડમનાં (United Kingdom) લિંકનશાયરમાં (Linconshire) એક ડસ્ટબીનમાંથી (Python In Dustbin) એવી વસ્તુ બહાર આવી, જેણે સૌના હોશ ઉડાવી દીધા. આ કાળા રંગના પ્લાસ્ટિક બેગની આસપાસ માખીઓ ઉડી રહી હતી. તેને ખોલ્યા બાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

વધુ જુઓ ...
ઘણા લોકો પોતાના પાલતું જાનવરને ઘરના સદસ્યની જેમ રાખે છે. પોતાના બાળકની જેમ તેમની સારસંભાળ રાખે છે. પરંતુ દુનિયામાં કેટલાક એવા પણ લોકો છે જેમને પોતાનું કામ નીકળી જાય ત્યાર બાદ જાનવરોની પડી નથી હોતી. આવો જ કિસ્સો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. એક વ્યક્તિએ પોતાના પાલતું અજગરના મોત બાદ તેને રસ્તાની બાજુના ડસ્ટબીનમાં નાખી દીધો. એક સફાઇ કામદાર જ્યારે ત્યાં સફાઇ કરી રહ્યો હતો ત્યારે તેને એક કાળા રંગની પ્લાસ્ટિકની બેગ દેખાઇ. તેને આ બેગ જોઇને નવાઇ લાગી અને તેને ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ ખોલતા જ તે ચોંકી ઉઠ્યો.

સ્ટ્રીટ ક્લીનર્સ આ અજગરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. અજગર લગભગ 10 ફૂટનો હતો. તે શહેરની મધ્યમાં આવેલા એક ડસ્ટબીનમાં ફેંકવામાં આવ્યો હતો. આ અજગર અલ્બીનો બર્મીઝ અજગર હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અજગર કોઈનો પાલતુ હોવો જોઈએ, જેને મૃત્યુ પછી દફનાવવાના બદલે કચરામાં ફેંકી દેવામાં આવ્યો. આ મામલો સામે આવ્યા બાદ નોર્થ ઈસ્ટ લિંકનશાયર કાઉન્સિલે તેના માલિકને આગળ આવવા અને અજગરના મૃતદેહને કલેક્ટ કરવાની અપીલ કરી છે.



આ મામલાને લઈને સ્ટ્રીટ ક્લીનિંગ મેનેજર જોન મૂન્સને કહ્યું કે, જ્યારે ક્લીનરે સૌપ્રથમ પ્લાસ્ટિક બેગ ખોલી તો તેણે ડરથી ચીસ પાડી. તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેને પ્લાસ્ટિકમાંથી અજગરનો મૃતદેહ મળશે. પહેલા તેને લાગ્યું કે અજગર જીવીત છે પરંતુ બાદમાં ખબર પડી કે અજગર મરી ગયો છે.

આ પણ વાંચો-Viral: શું આજનો દિવસ ખરાબ જઈ રહ્યો છે? આ 2 સેકન્ડનો Video ગેરંટી ચહેરા પર સ્મિત લાવશે

બર્મીઝ અજગર ઘણી જ દુર્લભ પ્રજાતિ છે.  તે ઘણો જ મોટો હતો. બેગ ઉપાડવામાં બધાનો પરસેવો છૂટી ગયો. આ 10 ફૂટનો પાયથન હવે સફાઈ કામદારો પાસે છે અને તેના માલિકની શોધ ચાલી રહી છે. જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બધાએ તેના માલિકની ટીકા કરી. મૃત્યુ પછી જાનવરને આ રીતે કચરામાં ફેંકી દેવાનું કોઈને પસંદ ન આવ્યુ. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં આ પ્રકારનો કિસ્સો પહેલી વાર બન્યો નથી. આ પહેલા પણ 2020 માં એક વ્યક્તિએ પોતાના 6 ફૂટના પાળેલા સાપને આવી જ રીતે કચરામાં ફેંકી દીધો હતો.
First published:

Tags: OMG, Shocking news, Weird news, અજગર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો