Home /News /eye-catcher /પાકિસ્તાનના વિચિત્ર કાયદા-નિયમો! અભ્યાસ પર ટેક્સ અને ગર્લફ્રેન્ડને સાથે રાખવી એ ગુનો!
પાકિસ્તાનના વિચિત્ર કાયદા-નિયમો! અભ્યાસ પર ટેક્સ અને ગર્લફ્રેન્ડને સાથે રાખવી એ ગુનો!
પાકિસ્તાન ફાઈલ તસવીર
pakistan weird rules: ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) પડોશી દેશો છે, પરંતુ એકબીજાના કટ્ટર હરીફ છે. ક્રિકેટ મેચ (T20 World Cup 2021) હોય કે આતંકવાદ. બંને દેશોનો અભિપ્રાય જુદી જુદી ધરી પર હોય તેવું લાગે છે.
ભારત-પાકિસ્તાનને (India and pakistan) એમતો એક સાથે આઝાદી મળી હતી, પરંતુ બંને દેશો વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. ખાસ કરીને જ્યારે ક્રિકેટ (T20 World Cup 2021) ની વાત આવે છે, તો જ્યાં ભારતીય ટીમ (Indian team) વિશ્વના વિવિધ દેશોમાં જઈને રમત રમી ભારતનો ડંકો વગાડે છે ત્યાં પાકિસ્તાન (Pakistan) એવી સ્થિતિમાં છે કે કોઈ પણ ટીમ અહીં જવા માંગતી નથી.
પાકિસ્તાનની છબી આતંકવાદને આશ્રય આપવાને કારણે વૈશ્વિક સ્તરે કથળી છે એટલું જ નહીં, એક સમયે સારી ક્રિકેટ ટીમોમાં ગણવામાં આવતી પાકિસ્તાની ટીમને પણ આકરો ફટકો પડ્યો છે. પાકિસ્તાનના કેટલાક એવા નિયમો અને કાયદાઓ છે જે વિશે તમે સાંભળશો તો કહેશો, "શું ખરેખર આવું થાય છે?" પાકિસ્તાનીઓ માટે આ નિયમો સામાન્ય છે પણ આ દેશની બહારના લોકો સાંભળીને આશ્ચર્યચકિત થશે. આવો તમને જણાવીએ પાકિસ્તાનના આવા જ કેટલાક નિયમો અને કાયદાઓ વિશે
આ નિયમો સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો સૌથી પહેલાં તો તમને જાણીને નવાઈ લાગશે કે, પાકિસ્તાનના કોઈ પણ નાગરિકને ઇઝરાયલ જવાની પરવાનગી નથી. પાકિસ્તાન તેના નાગરિકોને ઇઝરાયલ જવા માટે વિઝા આપતી નથી કારણ કે પાકિસ્તાન ઇઝરાયલને દેશ માનતું નથી. ભારતમાં જ્યાં સરકાર બાળકોના શિક્ષણ માટે મફત શિક્ષણ અભિયાન ચલાવે છે, ત્યારે બાળકોને પાકિસ્તાનમાં અભ્યાસ માટે વિપરીત ટેક્સ ચૂકવવો પડે છે. જેમ કે વિદ્યાર્થીના શિક્ષણનો વાર્ષિક ખર્ચ 2 લાખ રૂપિયા થાય તો તેણે 5 ટકા ટેક્સ ભરવો પડે છે.
પાકિસ્તાનમાં તમે કોઈના ફોનને સ્પર્શ કરી શકશો નહિ. પરવાનગી વિના કોઈના ફોનને સ્પર્શ કરવો ગેરકાયદેસર માનવામાં આવે છે, અને જે લોકો આવું કરે છે તેમને 6 મહિનાની જેલની સજા થઈ શકે છે. પાકિસ્તાનમાં બીજો એક નિયમ છે કે જે સાંભળી તમે હસશો. પાકિસ્તાનમાં લોકોને ગર્લફ્રેન્ડ બનાવવાની મંજૂરી નથી. લગ્ન પહેલા કોઈ છોકરો અને છોકરી સાથે રહી શકતા નથી અને આ માટે નિયમ ઘડવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં રહીને અલ્લાહ, મસ્જિદ, રસૂલ કે નબીનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવે તો તેને ગેરકાયદેસર માનવામાં આવે છે. જો કોઈ આવું કરતા પકડાય તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. ભારતમાં ભલે ટ્વિટર પર વડાપ્રધાનને લઈને મસ્તી કરતા મીમ્સ બનતા હોય, પરંતુ પાકિસ્તાનમાં પીએમની મજાક ઉડાવવા પર મોટી પેનલ્ટી લાગી શકે છે.
પાકિસ્તાનમાં વડાપ્રધાન કે પ્રમુખ બનવા માટે વ્યક્તિનું શિક્ષણ જરૂરી નથી, પરંતુ પટાવાળા તરીકે કામ કરવું હોય તો અભ્યાસ કરવો જરૂરી છે. અહીં વર્ષમાં 1 મહિના સુધી રમઝાન સમયે ઘરની બહાર ખાવુ-પીવું કાયદાકીય રીતે ગુનો માનવામાં આવે છે. જે લોકો મુસ્લિમ ધર્મનું પાલન કરતા નથી તેમણે પણ આ નિયમોનું પાલન કરવું પડે છે. પાકિસ્તાનમાં કોઈને નકામા સંદેશા મોકલવા એ પણ કાનૂની ગુનો છે. આમ કરવાથી ૬ મહિનાની જેલ થઈ શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર