છેલ્લા કેટલાય વર્ષોથી ટાઇમ ટ્રાવેલ કરવાનો દાવો કરનારની સંખ્યામાં સતત વધારો થતો હોય એવું લાગી રહ્યું છે. ટાઇમ ટ્રાવેલનો મતલબ છે ભવિષ્યમાં યાત્રા કરવી. આવી યાત્રા કરનાર લોકોએ દાવો કર્યો છે કે, તેઓ પોતના ભવિષ્યના સારી મુસાફરીમાં આવી ગયા છે. આ ઉપરાંત તેમણે દુનિયાના ભવિષ્યના હાલચાલ વિશે પણ જણાવ્યું હતું. આજ શ્રૃખલામાં વાતમાં અમે એક એવી વ્યક્તિ જે ભવિષ્યની યાત્રા કરવાનો દાવો કરી રહ્યા છે. સ્વીડનમાં રહેનારા હોકન નોર્ડાક્કિસ્ટે આ વ્યક્તિને વર્ષ 2006માં કેટલાક ફોટો સાથે એક વીડિયો પણ ઇન્ટરનેટ ઉપર અપલોડ કર્યો હતો.
વેબસાઇટ પત્રીકામાં આવેલા આર્ટિકલ પ્રમાણે હોકને જણાવ્યું હતું કે, ભવિષ્યની યાત્રા દરમિયાન એક વૃદ્ધ સાથે મુલાકાત કરી હતી. આ વૃદ્ધ વ્યક્તિ બીજો કોઇ નહીં પરંતુ તેઓ પોતે હતા. 36 વર્ષના હોકરને જણાવ્યું હતું કે, તેમણે પોતાની યાત્રા દરમિયાન 70 વર્ષીય હોકનની મુલાકાત કરી હતી. હોકન પ્રમાણે ભવિષ્યમાં મળેલા એ વૃદ્ધ વ્યક્તિના હાથમાં એવું ટેટૂ હતું જે અત્યારે તેના હાથ પર છે.
હોકને જણાવ્યું કે, તેને આ વાત ઉપર વિશ્વાસ થતો નથી કે, ભવિષ્યકાળના હોકનથી તેણે પોતાના વિશે કેટલાક પ્રશ્નો કર્યા હતા જેના એકદમ યોગ્ય જવાબ પણ મળ્યા હતા. એટલુ જ નહીં 36 વર્ષના હોકને 70 વર્ષના હોકન સાથે મુલાકાત થઇ સબુત તરીકે સેલ્ફી અને વીડિયો પણ રેકોર્ડ કર્યો છે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે હોકન પોતાના કિચનમાં ગયો હતો. જ્યાં પાણી ભરાયું હતું. પાણી ભરવાનું કારણ જોવા માટે તેણે સિંકની પાઇપ ચેક કરવા માટે કેબિનેટ ખોલ્યું હતું. ઉલ્લેખનયી છે કે, ટાઇમ ટ્રાવેલને કોઇપણ મનમાં ઉપજાવેલી કહાની નથી ગણાવી શકતું. કારણ કે વિશ્વ વિખ્યાત અલ્બર્ટ આઇન્સ્ટાઇન અને નાથન રોસેને આ થીયરી પ્રમાણે એક સંભાવના વ્યક્ત કરી હતી. એટલા માટે કોઇપણ વ્યક્તિના ભવિષ્યની યાત્રાના દાવાને ઠુકરાવી ન શકાય.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર