Home /News /eye-catcher /શું તમે જાણો છો ટ્રેનના પાટા વચ્ચે કેમ નાંખવામાં આવે છે પથ્થર?

શું તમે જાણો છો ટ્રેનના પાટા વચ્ચે કેમ નાંખવામાં આવે છે પથ્થર?

    રેલવે ટ્રેકની વાત કરીએ એટલે તેના પર લગાવવામાં આવેલા પાટા અને તેને જોડતા સિમેન્ટના પાટા આપણી નજર સામે આવી જ જાય તે સ્વભાવિક છે. રેલવેના પાટા કે જેના પર ટ્રેન દોડતી હોય અને સિમેન્ટના પાટા ટ્રેનના પાટાને જકડી રાખવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે તો પછી તેની વચ્ચે કપચી જેવા પથ્થર શા માટે નાખવામાં આવે છે આવો પ્રશ્ન લગભગ દરેકને થતો હશે. તો આજે અમે તમને આનો જવાબ આપીશું કે રેલવેના પાટા વચ્ચે ક્યાં કારણે નાંખવામાં આવે છે પથ્થર

    રેલવેના ટ્રેક પર જે નાના પથ્થર નાખવામાં આવેલા હોય છે તેને બ્લાસ્ટ કહેવામાં આવે છે. આ બ્લાસ્ટ આખરે એવું તો શું કામ કરે છે કે તેને રેલવેના ટ્રેક પર બે પાટાની વચ્ચે પાથરવામાં આવ્યા હોય છે.

    લાકડા કે સિમેન્ટના જે સ્લીપર્સ પાથરવામાં આવ્યા હોય છે તેને આ પથ્થર જકડી રાખે છે. સ્લીપર્સ એટલે કે લાકડા કે સિમેન્ટના પટ્ટા મજબૂત રીતે ટ્રેક પર લોક કરવામાં આવ્યા હોય છે પણ જ્યારે ટ્રેન પસાર થાય ત્યારે તે મજબૂતી સાથે ટકી રહે તેમાં આ નાના પથ્થરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

    જ્યારે ટ્રેન ટ્રેક પરથી પસાર થાય છે ત્યારે તેનો ઘણો ભાર ટ્રેક પર આવે છે અને કંપન પણ થાય છે આ સમયે ટ્રેકને નુકસાન ના થાય અને સિમેન્ટ કે લાકડાના પટ્ટા તેની જગ્યા પર સ્થિર રહે અને ટ્રેનનું બેલેન્સ જળવાઈ રહે તે મહત્વનું કામ આ પથ્થર કરે છે. આ પથ્થરના કારણે વરસાદના સમયમાં પણ ફાયદો થાય છે.

    ટ્રેક પર બીછાવવામાં આવેલા આ પથ્થરના કારણે વરસાદના સમયે ટ્રેક પર પાણી ભરાતું નથી (સામાન્ય વરસાદમાં). જો પાણી ભરાય તો પાટાના કિનારા પર તે ઉતરી જાય છે અને પાટા પર કીચડ જમા થતો નથી.

    જમીન કોરી રાખવામાં આવે તો ત્યાં છોડ કે ઘાંસ ઉગી નીકળવાની સંભાવના રહે છે, જો આવું થાય તો ટ્રેકને નુકસાન થવાની કે અકસ્માત થવાની ભીતી રહે છે. આ માટે જો પથ્થર ટ્રેક પર છોડ કે ઘાંસને ઉગતા અટકાવે છે.

    ટ્રેન ચાલવાના કારણે ઘણોં અવાજ થાય છે જો આ પથ્થર નાખવામાં ના આવ્યો હોય તો અવાજમાં ઘણો બધો વધારો થઈ જાય. એટલે કે ટ્રેક પર બીછાવવામાં આવેલા પથ્થર ટ્રેન પસાર થતી વખતે થનારા ધ્વનીને ઓછો કરે છે. આમ આના કારણે ધ્વનિ પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Railway track

    विज्ञापन
    विज्ञापन