Home /News /eye-catcher /બિકિની ચોર! દુનિયાની સૌથી સેક્સી ગુનેગાર! એવા કાંડ કર્યા કે દર શનિ રવિ પોલીસ પાસે જવું પડતુ

બિકિની ચોર! દુનિયાની સૌથી સેક્સી ગુનેગાર! એવા કાંડ કર્યા કે દર શનિ રવિ પોલીસ પાસે જવું પડતુ

stephanie beaudoin

stephanie beaudoin: એક સુંદર ક્રિમિનલને જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે જજ પણ તેની સુંદરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોર્ટમાં હાજર સૌ કોઈ વિચારી રહ્યા હતા કે આટલી સુંદર છોકરીને ચોરી કરવાની આદત કેમ પડી? 

stephanie beaudoin: અત્યાર સુધી તમે ઘણા મોટા ગુનેગારો વિશે સાંભળ્યું હશે, પણ આજે મળો દુનિયાના સૌથી હોટેસ્ટ ગુનેગારને જે પોતાના સેંકડો ગુનાઓ હોવા છતાં સોશિયલ મીડિયામાં ખૂબ પ્રખ્યાત છે. કેટલાક તેને બિકીની ચોર કહે છે તો કેટલાક તેને સૌથી સેક્સી ચોર કહે છે. કેનેડાની સ્ટેફની બ્યુડોઈન એટલી સુંદર છે કે જે પણ આ ચોરને જુએ છે તે જોતો જ રહી જાય છે.

 કેનેડાની સ્ટેફની બ્યુડોઈન 2014માં ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી ત્યારે સ્ટેફની પહેલીવાર ચર્ચામાં આવી હતી. તેણીએ  ઘણા ગુના કર્યા હતા અને પોલીસ તેના પર નજર રાખી રહી હતી. જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે જજ પણ તેની સુંદરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોર્ટમાં હાજર સૌ કોઈ વિચારી રહ્યા હતા કે આટલી સુંદર છોકરીને ચોરી કરવાની આદત કેમ પડી? દરેક જણ જાણવા માંગતા હતા કે આ સુંદર છોકરી કોર્ટમાં હાજર થઈને શું કહેશે?
જ્યારે તે કોર્ટમાં હાજર થઇ ત્યારે સ્ટેફની માત્ર 22 વર્ષની હતી. આ પહેલા તેણે નર્સનો કોર્સ પણ કર્યો હતો, પરંતુ લક્ઝરી લાઈફ જીવવા માટે તેને ચોરીની લત લાગી ગઈ અને આટલી નાની ઉંમરમાં તેણે 44 ઘરમાં ચોરી કરી. તેની ચોરી કરવાની સ્ટાઈલ પણ ઘણી અલગ હતી. તે કોઈના ઘરનો દરવાજો તોડતી નહોતી, પણ બારીમાંથી ઘરની અંદર જતી હતી. ત્યારપછી તે ઘરમાંથી જે પણ કિંમતી સામાન હોય તેની ચોરી કરતી હતી.
કોર્ટમાં હાજર થયા પછી જ તે એટલી ફેમસ થઈ ગઈ કે તેને મોડલિંગના ઘણા અસાઇનમેન્ટ મળ્યા, સ્ટેફનીને હોલિવૂડમાંથી ફિલ્મોમાં કામ કરવાની ઓફર પણ મળી હતી. અને આ તમામ આરોપો માટે આ છોકરીને ફક્ત 90 દિવસની સજા મળી હતી, પરંતુ આ સજા પણ ખૂબ જ આશ્ચર્યજનક હતી. સ્ટેફની ફક્ત શનિવાર અને રવિવારે જેલમાં બંધ રહેતી જ્યારે તે બાકીનો દિવસ મુક્તપણે ફરતી હતી.

PHOTO SOCIAL MEDIA ( stephanie beaudoin )


એક કેનેડિયન ફેશન મેગેઝિને તેણીને સેક્સી ગુનેગાર તરીકે પ્રમોટ કરી હતી. ત્યાર બાદ આ મામલો ગરમાયો હતો. કોર્ટે મેગેઝિન પર આવું નામ આપીને મોડલિંગને પ્રોત્સાહન આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટ દ્વારા સ્ટેફનીનું આવું પ્રમોશન ટાળવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો: 21 વર્ષથી ગાયબ છે સલમાનની અભિનેત્રી, રાતોરાત ફેમસ થઈ, બોયફ્રેન્ડ માટે દેશ છોડ્યો, સાધ્વી બની ગઈ

તેણીએ કોર્ટને ખાતરી આપી હતી કે તે મોડેલિંગ અસાઇનમેન્ટ માટે આવા ટેગ્સનો ઉપયોગ કરશે નહીં. તેમ છતાં, સ્ટેફની ઘણીવાર તેના હોટ ફોટાઓને લઈને ચર્ચામાં રહે છે. સોશિયલ સાઈટ પર તેના બિકીની ફોટો આજે પણ લોકોના હોશ ઉડાવી દે છે.

First published:

Tags: Crime case, Theft case, ચોરી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો