Home /News /eye-catcher /આંખ ભીંજવી દે એવો VIDEO: ભોજન આપનાર વ્યક્તિની અંતિમક્રિયામાં પહોંચ્યા કપિરાજ, જગાડવા પ્રયત્ન કર્યો, સૂંઘીને શ્વાસ ચેક કર્યા
આંખ ભીંજવી દે એવો VIDEO: ભોજન આપનાર વ્યક્તિની અંતિમક્રિયામાં પહોંચ્યા કપિરાજ, જગાડવા પ્રયત્ન કર્યો, સૂંઘીને શ્વાસ ચેક કર્યા
અંતિમ ક્રિયામાં પહોંચ્યો વાનર
Batticaloa Sri Lanka Monkey Video: પ્રાણીઓ માણસો માટે કેટલા વફાદાર હોય છે એ તો સૌ જાણે છે. ક્યારેક તેઓ લાગણી દર્શાવી ભાવુક પણ કરી દે છે. આવો જ એક VIDEO વાયરલ થયો છે. જેમાં એક વાનર અંતિમક્રિયામાં મૃતકને જગાડવા પ્રયત્ન કરતો દેખાયો હતો.
બટ્ટીકલોઆ: પ્રાણીઓ એટલા વફાદાર હોય છે કે પોતાને ખવડાવનાર લોકોને કદી પણ ભૂલી શકતા નથી અને અંતિમ સમય સુધી પોતાની આ ફરજ અદા કરે છે. સોશિયલ મીડિયા પર એક વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપિરાજ મૃતક વ્યક્તિના અંતિમ સંસ્કારમાં હાજરી આપતો જોવા મળે છે. આ વિડીયો ખરેખર ભાવુક કરે એવો અને લાગણીશીલ છે. આ વાયરલ વિડીયો પર સોશિયલ મિડીયા યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૃત્યુ પામનાર વ્યક્તિ એ કપિરાજનો 'મિત્ર' હતો અને જ્યારે પણ કપિરાજ તેના ઘરે આવતો, ત્યારે તે નિયમિત રીતે તેને ખવડાવતો હતો. મળતી માહિતી મુજબ આ વિડીયો પૂર્વી શ્રીલંકાના બટ્ટીકલોઆનો છે. બટ્ટીકલોઆના આ રહેવાસી 56 વર્ષીય પીઠમ્બરમ રાજન નિયમિત રીતે મૂંગા પ્રાણીઓને ખવડાવતા હતા. મૂંગા પ્રાણીઓનું પેટ ભરવાની તેમની નેમ હતી. તેઓ દરરોજ કપિરાજ સહિત અન્ય પશુઓ અને પ્રાણીઓને ભોજન આપતા હતા, પરંતુ તાજેતરમાં બીમારીને કારણે 17 ઓક્ટોબરે પીઠમ્બરમ રાજનનું મોત થતા પ્રાણીઓ ગમગીન થયા હતા.
#viralvideo : Monkey seen at the funeral of a person, who is said to have fed it regularly, whenever it visited his residence in #Batticaloa#SriLanka
Primate is seen nudging the 'companion' who is lying motionless, to try and see if he would respond, but to no avail 😭💔 pic.twitter.com/5FJ1nzq9H5
મોટી સંખ્યામાં અંતિમક્રિયામાં ઉપસ્થિત શોકાતુર પરિવારના સભ્યો અને સંબંધીઓ મૃતકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. તેમની વચ્ચે એક વાનર પણ મૃતકના શરીર પાસે બેઠો જોઈ શકાય છે. વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે, અંતિમ સંસ્કારમાં લોકો આ વાનરને દૂર ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તે મૃતદેહ પાસેથી ખસતો નથી.
કપિરાજ જે માણસના ચહેરા પાસે બેઠો છે, તે માણસ જીવતો છે કે કેમ તેની તપાસ પણ કરે છે. એવું લાગે છે કે આ વાનર મૃત વ્યક્તિને જગાડવા માટે તેને પ્રેમથી ધક્કો મારે છે. આ વિડીયોમાં એક પ્રાણી અને તેની સંભાળ રાખનાર માણસ વચ્ચેના બંધન સારી રીતે જોઈ શકાય છે. આ વિડીયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ઘણી ભાવુક કોમેન્ટ પણ કરી રહ્યા છે.
વાનરની પ્રજાતિ
જે વાનરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તે હિમાલય, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારતના કેટલાક ભાગોમાં જોવા મળે છે. શ્રીલંકામાં જાંબલી વાનર પણ છે, પરંતુ હવે આ પ્રજાતિ જોખમમાં છે. કોલંબો નજીક વાનરની સંખ્યા ઘણી વધારે છે. આ પ્રાણીને બચાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી રહી છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર