આ તસવીરમાં છૂપાયો છે દીપડો, શું તમને દેખાયો? ધ્યાનથી જુઓ

News18 Gujarati
Updated: May 16, 2019, 4:16 PM IST
આ તસવીરમાં છૂપાયો છે દીપડો, શું તમને દેખાયો? ધ્યાનથી જુઓ
આ તસવીરમાં છુપાયો છે દીપડો, શું તમને દેખાયો?

ટુંક સમયમાં આ ફોટો વાયરલ થઈ ગયો અને 16 હજારથી વધારે લાઈક પણ મળી ગયા.

  • Share this:
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર સૌરક્ષ દેસાઈએ ખેંચેલા આ સ્નો લેપર્ડ (બરફમાં રહેતો દાપડો)નો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં એક સ્નો લેપર્ડ પડાહો વચ્ચે બેઠો છે અને આ પહાડોમાં કેટલીક જગ્યા પર બરફ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ, તસવીરમાં આ સ્નો લેપર્ડને શોધવો થોડો મુશ્કેલ છે.

હિમાચાલ પ્રદેશની સ્પીતિ વેલીમાં લેવામાં આવેલી આ તસવીરને ફોટોગ્રાફર સૌરક્ષ દેસાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'આર્ટ ઓફ કેમોફ્લાઝ'ના શીર્ષકથી શેર કરી છે.

ટુંક સમયમાં આ ફોટો વાયરલ થઈ ગયો અને 16 હજારથી વધારે લાઈક પણ મળી ગયા. કેટલાએ લોકોએ આ તસવીરમાં સ્નો લેપર્ડને શોધવામાં મુશ્કેલી પડી અને તેમણે પોતાના મિત્રોને પણ લેપર્ડ શોધવાનો પડકાર આપવા લાગ્યા.
 
View this post on Instagram
 

Art of camouflage...


A post shared by Photographs by Saurabh Desai (@visual_poetries) on


દેસાઈએ કિબ્બર ગામનો જ્યારે પ્રવાસ કર્યો તો ત્યાંથી 8 કિમી દૂર પહાડો વચ્ચે એક સ્નો લેપર્ડની એક ઝલક જોવા મળી. 'ઘોષ્ટ ઓફ ધ માઉન્ટેન'નામથી પણ ઓળખવામાં આવતા સ્નો લેપર્ડ સામાન્ય રીતે 9800 ફૂટથી 17000 ફૂટની ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં મળે છે. તેનું નિવાસ સ્થાન લાહોલમાં કિબ્બર વન્યજીવી સેન્ચ્યુરીથી લઈ ચંબા જીલ્લાના પાંગી અને સ્પીતિ અને આદિવાસી કિન્નોર જીલ્લામાં લિપ્પા અસરંગ સુધી ફેલાયેલું છે.
First published: May 16, 2019
વધુ વાંચો
अगली ख़बर