રાતોરાત ફેમશ થઇ ગઇ આ ખેડૂત મહિલા, એક તસવીરે બદલી દુનિયા

 • Share this:
  નોર્થ-વેસ્ટ સ્પેનમાં રિપોર્ટિંગ કરતાં એક ફ્રિલાંસ જર્નાલિસ્ટ Paula Vázquezએ ગ્રામીણ વિસ્તાર Cabana de Bergantiños મુલાકાત કરી, જ્યાં તેણે Dolores Leis Anteloનું ઇન્ટરવ્યૂ કર્યું. જર્નાલિસ્ટ પાઓલા તેની સાથે એક ફાર્મિંગ આર્ટિકલ પર રિસર્ચ કરી કરવા માટે મળી હતી.

  જર્નાલિસ્ટે ઇંસ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કર્યો, જેમાં ખેડૂત મહિલાના ખંભા પર પાવડો રાખેલો છે, તસવીર ટૂંક સમયમાં જ વાયરલ થઇ. મહિલાનો દેખાવ અમેરિકા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જેવો જ દેખાતો હતો.

  અહીં ક્લિક કરી વાંચો 299 રૂ.માં સિલ્ક સાડી, 972માં ઘરે લાવો ફ્રિઝ, ચાલી રહી છે બમ્પર ઓફર

  હાફિંગ્ટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે એન્ટિલોના લગ્નને 40 વર્ષ થઇ ગયા. તે ત્યારથી આજ ગામમાં રહે છે. તેની પાસે કોમ્પ્યુટર કે મોબાઇલ ફોન નથી. પરંતુ પોતાના દેખાવને લીધે તે ઇન્ટરનેટ સેલિબ્રિટી બની ગઇ.  એન્ટેલોની તસવીરને ટ્વીટર પર #SenoraTrump (સેનોરા એટલે શ્રીમતી/મહોદયા) હેશટેગની સાથે શેર કરવામાં આવી. ત્યારબાદ એન્ટિલોની અનેક વાયરલ તસવીર પર કહ્યું કે આવું મારા વાળના રંગના કારણે થયું.

  સ્પેનિશ ન્યૂઝ પેપર Faro de Vigoથી એન્ટિલોએ કહ્યું હું ઓનલાઇન વસ્તુ પર ત્યારે જ ધ્યાન આપું છું જ્યારે મારી પુત્રી મને બતાવે. પરંતુ પર્સનલી મને ફોન કે કોમ્પ્યુટરમાં કોઇ રસ નથી. પરંતુ બધા કહે છે કે હું આ તસવીરના કારણે ફેમશ થઇ રહી છું. પરંતુ આ બધુ મારી સમજની બહાર છે.

  એન્ટિલોની પુત્રી અના, ઇન્ટરનેટ કોન્સેપ્ટથી સારી રીતે જાણકાર છે. તે પોતાની માતાને ઇન્ટરનેટ પર ફેમશ હોવાની વાતથી ખુશ છે. અનાએ ગેલિસિયન પેપરને મજાકમાં કહ્યું કે વિચારો કે જો તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારમાંથી હોત તો ?ૉ

  એન્ટિલો Cabanaના Nantónમાં બટાટાની ખેતી કરે છે. વર્તમાનમાં વાતાવરણમાં ફેરફારથી દુષ્કાળ અને વાવાઝોડાને લીધે તેના કામમાં મુશ્કેલીઓ વધી રહી છે. ન્યૂઝવીકના રિપોર્ટ પ્રમાણે ધૂળના કારણે તસવીરમાં તેનો ચહેરો મોસંબી કલરનો લાગી રહ્યો છે, જેના કારણે તેની તુલના ટ્રમ્પ સાથે કરવામાં આવી રહી છે.

  એન્ટિલો સ્પેનિશ છે, તે ગેલિસિયન કોમ્યુનિટીમાંથી આવે છે, આ સમુદાય સેંકડો વર્ષોથી સ્વતંત્રતા આંદોલનનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સ્પેનમાં અલોકપ્રિય છે, સોશિયલ મીડિયા યૂઝર્સે એન્ટિલા-ટ્રમ્પની તુલના પર ખૂબ જ મજાક કરી રહ્યાં છે.  Published by:Sanjay Vaghela
  First published: