મળી રહી છે UFOમાં રાત વિતાવવાની તક, Alien બની પૃથ્વી પર લેન્ડિંગ પણ કરી શકશો

પ્રતીકાત્મક તસવીર

પરગ્રહવાસીઓ પૃથ્વીની મુલાકાતે આવ્યા હોવાના અનેક તર્ક સામે આવ્યા છે. ઘણા લોકોએ UFO એટલે કે પરગ્રહવાસીઓના સ્પેસક્રાફટ જોયા હોવાનો પણ દાવો કર્યો છે

  • Share this:
પરગ્રહવાસીઓ દાયકાઓથી લોકોના રસનો વિષય રહ્યા છે. પરગ્રહવાસીઓ પૃથ્વીની મુલાકાતે આવ્યા હોવાના અનેક તર્ક સામે આવ્યા છે. ઘણા લોકોએ UFO એટલે કે પરગ્રહવાસીઓના સ્પેસક્રાફટ (UFO Sighting) જોયા હોવાનો પણ દાવો કર્યો છે. જોકે, સત્તાવાર રીતે આ બાબતની કોઈ પુષ્ટિ મળી નથી. UFO જેટલો રોમાંચનો વિષય છે, તેટલા જ રોમાંચ (Out Of The World Experience)નો અનુભવ હવે UFOમાં આખી રાત (One Night in UFO) વિતાવી કરી શકાય છે. જેમાં લેઝર લાઈટ, ધુમાડાના માધ્યમથી સાયન્સ ફિક્શન નોવેલ કે ફિલ્મ જેવો અદભુત માહોલ ઉભો કરવામાં આવશે. જેનાથી તમને લાગશે કે તમે કોઈ અન્ય ગ્રહનો ભાગ છો.

આ અનોખી મુસાફરી (Unusual Holiday Destination) દરમિયાન તમે અન્ય કોઈ દુનિયા (Out Of The World Experience)માંથી આવ્યા હોવ અને UFOના માધ્યમથી પૃથ્વી પર લેન્ડિંગ થઈ રહ્યા હોવાનો અનોખો અનુભવ થશે.

UFO સુધી કઈ રીતે જવું?

બ્રિટન (Britain)ના Apple Camping હોલીડે સ્ટે (Unusual Holiday Destination) દરમિયાન તમને આ અનુભવ થશે. જ્યાં ક્રેટર હોલ અને લેઝર ડિસ્પ્લેના માધ્યમથી તમને UFO જેવો જ ગેટવે મળશે અને રિમોટ કંટ્રોલ દ્વારા આ ડોર ખોલવામાં આવશે. અંદર પહોંચતા જ તમને ક્લાસિક સ્પેસશીપ (Classic Spaceship)ની અંદર હોવાનો અનુભવ થશે. જેમ જેટ, એરબસ, પેકમેન ડોમ કે ટેન્ટમાં રજાઓ ગાળો છો તેવી જ રીતે UFO Holiday માણવાની તક મળશે.

રાશિ પરિવર્તન: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર

જંગલ વચ્ચે લેન્ડ થશે UFO

રોમાંચક વાતાવરણ બનાવવા માટે રાત્રે લેઝર લાઈટ અને ધુમાડાનો ઉપયોગ થશે. સ્પેસ્ક્રાફ્ટ દ્વારા (Classic Spacecraft) પરગ્રહવાસીઓની જેમ પૃથ્વી પર લેન્ડિંગનો અનુભવ થશે. તેમાં પહોંચ્યા પછી 80ના દાયકાની Space Invaders અને Defender જેવી લોકપ્રિય ગેમ રમવાની તક પણ મળશે. એરક્રાફ્ટમાં રહેલી 8 બારીઓ 360 ડીગ્રી વ્યુ આપશે. સ્પેસ્ક્રાફ્ટમાં ડબલ બેડ, રસોડું, ફ્રીજ સહિતની સુવિધા મળશે.

આવક માટે ફ્રીલાન્સિંગ કરો છો? અહીં જાણો તમારે ક્યારે અને કેટલો આવકવેરો ભરવો પડશે

UFO જેવો રોમાંચ આપવાની તૈયારી કરનાર કંપની Apple Camping દ્વારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) પર તેનો પ્રચાર કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, આ UFO રિસાયકલ કરેલી વસ્તુઓમાંથી બનાવવામાં આવ્યો છે. લોકોને અલગ અલગ અનુભવ કરાવવા માટે તેનું નિર્માણ ખૂબ ઉપર 1000થી વધુ વૃક્ષોની વચ્ચે કરાયું છે.
First published: