Home /News /eye-catcher /રૂ. 500 ચૂકવીને એક દિવસ જેલમાં પસાર કરી મેળવો 'રિઅલ જેલ'નો અનુભવ, અનેક બંધન યોગથી મળશે મુક્તિ

રૂ. 500 ચૂકવીને એક દિવસ જેલમાં પસાર કરી મેળવો 'રિઅલ જેલ'નો અનુભવ, અનેક બંધન યોગથી મળશે મુક્તિ

રૂ. 500 ચૂકવીને જેલમાં એક દિવસ પસાર કરો(ફાઈલ તસવીર)

Uttarakhand Jail: જો તમને ટ્રાવેલ કરવું પસંદ છે અને અલગ અલગ જગ્યાએ રહેવું પસંદ છે, તો અમે તમારા માટે એક ખૂબ જ અલગ બાબત લઈને આવ્યા છીએ. જેનાથી તમે એક અલગ જ અનુભવ મેળવી શકો છે. ઉત્તરાખંડમાં પર્યટક 500 રૂપિયા ખર્ચીને જેલમાં જ રહેતા હોય તેવો ‘રિઅલ જેલ’નો અનુભવ મેળવી શકે છે.

વધુ જુઓ ...
ઉત્તરાખંડઃ જો તમને ટ્રાવેલ કરવું પસંદ છે અને અલગ અલગ જગ્યાએ રહેવું પસંદ છે, તો અમે તમારા માટે એક ખૂબ જ અલગ બાબત લઈને આવ્યા છીએ. જેનાથી તમે એક અલગ જ અનુભવ મેળવી શકો છે. ઉત્તરાખંડમાં પર્યટક 500 રૂપિયા ખર્ચીને જેલમાં જ રહેતા હોય તેવો ‘રિઅલ જેલ’નો અનુભવ મેળવી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર વર્ષ 1903માં બનેલી ‘હલદ્વાની જેલ’ 100 વર્ષ જૂની છે. આ બિલ્ડીંગના એક ભાગને મહેમાન અને પર્યટકોના સ્વાગત માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ખંડમાં છ સ્ટાફ ક્વાર્ટર શામેલ છે. અધિકારીઓ તરફથી રિકમેન્ડ કરેલ વ્યક્તિઓને જેલમાં સમય પસાર કરવાની મંજૂરી આપવામાં આવતી હતી.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જેલમાં દિવસ વિતાવવો શુભ ગણાય છે


આ જેલમાં સમય પસાર કરવા માટે એક જ્યોતિષીય બાબત છે. અનેક લોકોને ‘બંધન યોગથી’ બચવા માટે જ્યોતિષો જેલમાં સમય પસાર કરવાની સલાહ આપે છે. આ પ્રકારના વ્યક્તિઓ માટે ભવિષ્યવાણી કરવામાં આવે છે કે, તેઓ જેલવાસ ભોગવશે. આ જેલના ડેપ્યુટી જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ સતિષ સુખેજાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, જેલમાં મોટાભાગે એવા લોકો આવે છે, જેમની કુંડળીમાં જેલની સજા અનિવાર્ય હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચોઃ મોડલ ચાયવાલી! એક સમયે મિસ ગોરખપુર રહી ચુકેલી આ યુવતી ચા વેચવા લાગી!

જીવનમાં બંધન યોગથી બચી શકાય છે


સુખીજાએ વધુમાં જણાવ્યું કે, આ બાબતે તેમણે સિનિયર અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. આ સિનિયર ઓફિસરોએ આ પ્રોજેક્ટની પ્રશંસા કરી છે અને પ્રોજેક્ટની વિગતો સબમિટ કરવા માટે સૂચના આપી છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોના જીવનમાં થોડા સમય માટે જેલવાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, તે લોકો આ પ્રોજેક્ટથી પોતાના જીવનમાં બંધન યોગથી બચી શકે છે.

આ પણ વાંચોઃ લેન્ડિંગ વખતે રનવે પર લપસી ગયું પ્લેન, નજીકના તળાવમાં અડધું ડૂબ્યું, જુઓ તસવીરો

કુંડળીના ખરાબ અસરથી પણ બચવાની સંભાવના


જ્યોતિષ મૃત્યુંજય ઓઝાએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહની દિશા બદલાય ત્યારે વ્યક્તિ જેલવાસ ભોગવશે તેવી આગાહી કરવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં અમે તે વ્યક્તિને સલાહ આપીએ છીએ કે, તે જેલમાં એક રાત પસાર કરે અને કેદીઓને ભોજન આપે તો આ પ્રકારની ખરાબ અસરથી બચવાની સંભાવના છે. અધિકારીઓએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, પ્રવાસી કેદીઓને જેલમાંથી ખોરાક અને કપડા આપવામાં આવે છે. આ કપડા જેલના કપડા જેવા જ હોય છે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Jail, OMG News, Uttrakhand

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन