આજકાલ રોડ રસ્તા પર સ્પીડ (Speed)માં ગાડી ચલાવવી એ જાણે ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ આ જોખમ છે. સૌથી વધુ મોત રોડ અકસ્માત (Road accident)માં જ લોકોના થતા હોય છે. જેથી આજના સમયમાં કાળજીથી વાહન ચલાવવું જરૂરી છે. ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે. જેમાં ગંભીર ઇજાથી લઈ મોત પણ થઈ શકે છે. ખાસ કરીને પહાડો અને ખડબચડા રસ્તાઓ પર તમારે ગાડી ઓછી સ્પીડમાં ડ્રાઇવ કરવી જોઇએ. સોશિયલ મીડિયા પર એક કારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે જોયા બાદ તમે પણ વાત સમજી જશો.
આ વીડિયોમાં કાર ફૂલ સ્પીડમાં જઇ રહી હોવાનું જોવા મળે છે. તે કારનો ચાલક કારને જોખમી રોડ રસ્તા પર ખૂબ સ્પીડમાં દોડાવે છે. અલબત, આ વ્યક્તિને ખબર જ નહોતી કે ટનલની બહાર નીકળતા જ તે ભયંકર અકસ્માતનો ભોગ બની જશે.
સ્પીડમાં કાર ટનલની બહાર જેવી નીકળે છે, ત્યાં જ કારને ડ્રાઇવ કરેલ વ્યક્તિનું પોતાની કાર પર બેલેન્સ નથી રહેતુ, અને તે વ્યક્તિના મોતનું કારણ બની જાય છે. આ કાર ખાડામાં જઇને પડે છે.
આ દિલધડક વીડિયો ખૂદ ડ્રાઇવ કરી રહેલા ચાલકે શૂટ કર્યો હોવાનું જણાઈ આવે છે. આ ઘટના બાદ તે વ્યક્તિનો જીવ બચ્યો છે કે નહી તેની માહિતી મળી નથી, પરંતૂ જે રીતે આ ઘટના બની છે તે જોઇને કારને ડ્રાઇવ કરી રહેલો વ્યક્તિની હાલત જરુર ગંભીર હશે તેવું માની શકાય.
આ ખતરનાક વીડિયોને સોશિયલ મીડિયા પર એક યુઝરે શેર કર્યો છે, આ વીડિયો માત્ર 18 સેક્ન્ડનો છે અને વિડીયોને 29 હજારથી વધુ વ્યુજ મળી ચૂક્યાં છે. યુઝર્સ આ વીડિયોને લાઇક પણ કરી રહ્યાં છે.
તો બીજી બાજુ આ વીડિયોને જોતા યુઝર્સ સલાહ પણ આપતા જોવા મળ્યા હતા. અક યુઝરે લખ્યુ કે, ડ્રાઇવરે કારને ધીમી શા માટે ન કરી? તો બીજા યુઝરે કહ્યું કે, કારને ડ્રાઇવ કરી રહેલો ચાલક ટનલની આગળ શું છે તે નહોતો જોઇ શકતો...તો આ જ રીતે એક બીજા યુઝરે કહ્યું કે, કાર ચલાવનાર પાગલ જ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર