સ્પેન સરકાર (Spain Government)એ વિચાર વિમર્શ કરીને પરીક્ષણના પ્રસ્તાવનો સ્વીકાર કર્યા બાદ ચાર દિવસીય વર્કિંગ વીક (Four Day Workweek)નો પ્રયોગ કરવાનો નિર્ણય લીધો છે. જે બાદ ચાર દિવસીય એટલે કે 32 કલાકના વર્કિંગ વીકનો પ્રયોગ કરનાર સ્પેન (Spain) પ્રથમ દેશ બન્યો છે. આ પ્રયોગ કરવા ઇચ્છતી કંપનીઓ માટે સરકારે ફેબ્રુઆરીમાં પાયલટ પ્રોજેક્ટ (Pilot Project) શરુ કરવા સહમતી આપી હતી. સરકાર સમક્ષ આ વિચાર લેફ્ટ ફ્રન્ટની પાર્ટી Más Paísએ મુક્યો હતો.
Más Paísના હેક્ટર તેજેરોના જણાવ્યા અનુસાર, તેમનો હેતુ €50mના આ પ્રોજેક્ટમાં 3000થી 6000 વર્કર્સ ધરાવતી કુલ 200 કંપનીઓને સામેલ કરવાનો છે. તેમણે જણાવ્યું કે, 'આ પ્રોજેક્ટ અંતર્ગત અમે કામના કલાકોનો ઘટાડો ઇચ્છીએ છીએ.પરંતુ નોકરી કે વેતનમાં ઘટાડો નથી ઇચ્છતા.'
¡Lo hemos conseguido!
Hemos acordado con el Gobierno impulsar un proyecto piloto para la reducción de la jornada laboral. Los fondos europeos deben servir también para reorientar la economía hacia la mejora de la salud, cuidar el medioambiente y aumentar la productividad ✌🏼
‘ધ ગાર્ડીયન’ના એક રિપોર્ટ મુજબ, આ પ્રસ્તાવ બાદ સ્પેન જલ્દી જ પરીક્ષણ શરુ કરી શકે છે. ચાર દિવસીય વર્કિંગ વિકના પ્રોત્સાહકોએ દાવો કર્યો છે કે, આ પ્રકારના એક કોમ્પેક્ટ શિડ્યુઅલથી વધુ ઉત્પાદકતા અને સારી વર્કિંગ લાઇફને જાળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે વિશ્વભરના દેશોમાં કામ કરવાની પદ્ધતિમાં બદલાવ આવ્યો છે. ત્યારે હવે સ્પેન વિશ્વમાં સૌપ્રથમ વાર આ વિચાર પર કામ કરી પ્રયોગ કરવા જઈ રહ્યું છે કે શું આ અવધારણા કામ કરે છે કે કેમ. 32 કલાકના વર્કવિકથી કર્મચારીઓ ઓછો સમય તેમના કાર્યસ્થળ પર વિતાવશે અને તેમના વેતનમાં પણ કોઈ ઘટાડો નહીં થાય.
ગાર્ડિયને સ્પેનના ઉદ્યોગ મંત્રાલયના હવાલે જણાવ્યું કે, આ પરિયોજનાની ચર્ચા માત્ર પ્રારંભિક તબક્કામાં હતી. આ અંગે માત્ર ડિબેટ જ થઇ રહી હતી. જોકે, આ ચાર દિવસીય વર્કિંગ પ્લાનને લઈને સ્પેનમાં ખૂબ ચર્ચા જાગી છે. પરંતુ સ્કૂલ, યુનિવર્સીટી તેમજ અન્ય વહીવટી સંસ્થાઓએ આ પ્રસ્તાવને અપનાવવાનો બાકી છે.
આ પ્રથમ વખત નથી જ્યારે આ વિચારને સમર્થન મળી રહ્યું છે. ફ્લોર્ફસ પ્રોગ્રામ મુજબ, ઘણા વર્કર્સને અઠવાડિયામાં ઓછા કલાક કામ કરવા માટે પહેલેથી જ વેતન મળી રહ્યું છે અથવા બિલકુલ વેતન નથી મળતું. ઉલ્લેખનીય છે કે, મેં 2020માં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જૅકિંડા આર્ડેને દરખાસ્ત મૂકી હતી કે કંપનીઓએ ચાર દિવસીય વર્કિંગ પ્રોગ્રામ પર વિચાર કરવો જોઈએ. ગાર્ડિયન મુજબ, માઈક્રોસોફ્ટ અને Shake Shack જેવા કેટલાક મોટા કોર્પોરેશનોએ આ પ્રકારના વિચારોને પ્રયોગમાં ફેરવ્યા છે.
" isDesktop="true" id="1080491" >
ચાર દિવસીય વર્કવિકના સમર્થકો મુજબ, વધુ કામદારોને ઓછા કલાક કામ કરવા દેવાય તો લાંબા સમયે ઊંચા બેરોજગારી દરને પહોંચી વળવામાં સફળતા મળશે. પરંતુ મોટાભાગના વેપારીઓ વેતન ઘટાડ્યા વિના કામના કલાકોમાં ઘટાડો કરવા તૈયાર નથી. ત્યારે સ્પેનમાં ખર્ચને કવર કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર