Video: એકાંત જીવનથી કંટાળી Dinosaurનો ડ્રેસ પહેરી રસ્તા પર રખડ્યો શખ્સ, પોલીસ પણ ગભરાઈ!

News18 Gujarati
Updated: March 19, 2020, 3:44 PM IST
Video: એકાંત જીવનથી કંટાળી Dinosaurનો ડ્રેસ પહેરી રસ્તા પર રખડ્યો શખ્સ, પોલીસ પણ ગભરાઈ!
કોરોનાનો હાહાકાર : સ્પેનમાં લૉકડાઉન બાદ ઘરમાં કેદ એક શખ્સે રસ્તા પર મુક્ત મને ફરવા અપનાવી અનોખી યુક્તિ

કોરોનાનો હાહાકાર : સ્પેનમાં લૉકડાઉન બાદ ઘરમાં કેદ એક શખ્સે રસ્તા પર મુક્ત મને ફરવા અપનાવી અનોખી યુક્તિ

  • Share this:
નવી દિલ્હી : સ્પેન (Spain)એ શનિવારે બે સપ્તાહ માટે દેશવ્યાપાી તાળાબંધી લાગી કરી દીધી છે. જેમાં નાગરિકોને દેશમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઘરે રહેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. પરંતુ બે દિવસ પહેલા દક્ષિણપૂર્વ સ્પેન (Southeastern Spain)માં મર્સિયા (Murcia)ના રસ્તાઓ પર એક શખ્સ ડાયનાસોર (Dinosaur)નો ડ્રેસ પહેરીને લૉકડાઉન (Lockdown)ને તોડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો.

મંગળવારે પોલીસે આ વીડિયોને શૅર કર્યો છે. શખ્સ ઘરમાં બેઠા-બેઠા પરેશાન થઈ ગયો હતો. તે કચરો ફેંકવાના બહાને ઘરથી બહાર આવ્યો. તેણે કોરોના વાયરસથી બચવા માટે ડાયનાસોરનો ડ્રેસ પહેરી રાખ્યો હતો. પોલીસ તે શખ્સને ડાયનાસોરનો ડ્રેસમાં જોતાં જ ગભરાઈ ગઈ. પછી પોલીસે તેને સમજાવ્યો અને ઘરે મોકલી દીધો. પોલીસે સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કરી નાગરિકોને ઘરે જ રહેવાનો આગ્રહ કર્યો.


મર્સિયા પોલીસે વીડિયોને શૅર કરતાં લખ્યું કે, તમે પાળેલા પ્રાણીઓને વૉક કરાવવા બહાર આવી શકો છો. પરંતુ વ્યક્તિને પ્રાણીનો ડ્રેસ પહેરવાની પરવાનગી નથી. મહેરબારી કરી ઘરે જ રહો.

બે દિવસ પહેલા આ વીડિયોને શૅર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી 5 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક યૂઝરે લખ્યું કે, આ માત્ર સ્પેનમાં જ શક્ય છે. બીજી તરફ અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, જ્યારે આપનો દેશ, શહેર લૉકડાઉન થઈ જાય તો ડાયનાસોર જ આપની મદદ કરી શકે છે. અન્ય એક યૂઝરે પણ ડાયનાસોરનો ડ્રેસ પહેરેાલ એક શખ્સનો વીડિયો શૅર કર્યો.

આ પણ વાંચો, Corona Effect: ઘરોમાં કેદ ઈટલીના લોકો માટે પૉર્ન સાઇટે Free કર્યું પ્રિમિયમ કન્ટેન્ટ

ચીન, ઈટલી અને ઈરાન બાદ સ્પેન એવો દેશ છે જ્યાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યાં લૉકડાઉન બાદ પણ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યું છે. સરકારે દેશની 46 મિલિયન વસ્તીને ઘરમાં જ રહેવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો, આ કાપડની દુકાનનું નામ છે Corona, લોકો દૂરથી જ ક્લિક કરી રહ્યા છે Selfie
First published: March 19, 2020
વધુ વાંચો
अगली ख़बर