સ્પેસએક્સ અવકાશમાં માનવના અસ્તિત્વ ટકાવવા માટે હજારો સમુદ્રી જીવને સ્પેસ સ્ટેશને મોકલશે

સ્પેસએક્સ અવકાશમાં માનવના અસ્તિત્વ ટકાવવા માટે હજારો સમુદ્રી જીવને સ્પેસ સ્ટેશને મોકલશે
પ્રતિકાત્મક તસવીર

આગામી 3 જુનના રોજ સ્પેસએક્સ પોતાના રોકેટ 9માં 5000 પાણીના રીંછ અને 128 નાના સમુદ્રી જીવને આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશને લઈ જશે

  • Share this:
નવી દિલ્હી : અવકાશ ક્ષેત્રની ખાનગી કંપની સ્પેસએક્સનું આગામી મિશન ખૂબ રોચક બનવા જઈ રહ્યું છે. આગામી 3 જુનના રોજ સ્પેસએક્સ પોતાના રોકેટ 9માં 5000 પાણીના રીંછ અને 128 નાના સમુદ્રી જીવને આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશને લઈ જશે. આ નાના જીવ સિવાય કાર્ગો રિસપ્લાઈ મિશનમાં 7300 પાઉન્ડથી વધુ સામગ્રી લઈ જવાશે. જેમાં ક્રૂ સપ્લાય, નવા સોલર પેનલ્સ અને વાહન હાર્ડવેરનો સમાવેશ થાય છે.

ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ રોકેટ લોન્ચ થશે. આ મિશનમાં પ્રાણીઓને તેમની વિશેષ ક્ષમતાઓને કારણે અવકાશમાં લઈ જવાનો નિર્ણય લેવાયો છે. અવકાશ યાત્રામાં પ્રાણીઓ પર શું અસર થશે, તેનો અભ્યાસ કરવાથી વિજ્ઞાનિકોને મનુષ્ય પર અવકાશી મુસાફરીના પ્રભાવને સમજવા અને માઇક્રોગ્રાવીટીના પ્રતિકૂળ પ્રભાવો સામે પ્રતિકાર કરવામાં મદદ મળશે.ટારિગ્રેડસ નામનું પ્રાણી 1.5 મીમીથી વધુ કદનું હોતું નથી. આ પ્રાણી પાણીના રીંછ અથવા મોસ પિગલેટ્સ તરીકે પણ ઓળખાય છે. જેઓ પડકારજનક વાતાવરણમાં ટકી રહેવાની તેમની ક્ષમતા માટે જાણીતા છે. તેઓ એવા સ્થળે પણ જીવી જાય છે, જ્યાં હજુ જીવન શરૂ જ થયું નથી.

આ પ્રાણીઓ મહાસાગરોની ઊંડાઈથી લઈને પર્વતની પટ્ટીઓ સુધી દરેક જગ્યાએ જોવા મળે છે. તેઓ જીવલેણ રેડિયેશન, પાણી, હવાની અવ્યવસ્થામાં અને ભૂખમરાથી બચી શકે છે.

છેલ્લે જ્યારે 2007માં તેને સ્પેસમાં મોકલવામાં આવ્યા, ત્યારે તેમણે સ્પેસ વેક્યુમને પાર કરવાની ક્ષમતા બતાવી હતી. 10 દિવસ બાદ તેમના 68 ટકા નમૂના રિહાઇડ્રેટ થયાના 30 મિનિટમાં તે પુનજીવીત થઈ ગયા હતાં.

આ પ્રાણીઓના મુખ્ય સંશોધક થોમન બૂથબીએ નાસા દ્વારા જાહેર કરાયેલા ન્યૂઝમાં જણાવ્યું હતું કે, વાતાવરણમાં ટારિગ્રેડ્સ કેવી રીતે બચી રહ્યા અને ફરીથી પ્રજનન કરી રહ્યા છે તે સમજવા સંશોધકો આતુર છે. શું આપણે તેઓ પાસેથી અવકાશયાત્રીઓના રક્ષણ માટે અનુકૂલન સાધી શકીએ કે નહીં તે તપાસવાનું છે. તેમની ટ્રિક શીખવાનો પ્રયાસ કરવાનો છે.

આ પ્રયોગમાં સામેલ વધુ એક જીવનું નામ બોબટેઈલ સ્કિવડ છે. બેબી બોબટેઇલમાં રહેલા બેક્ટેરિયાના કારણે તેમનામાં ચમકવાની વિશેષ ક્ષમતા છે. આ સ્ક્વિડ્સમાં મનુષ્ય જેવી જ રોગપ્રતિકારક શક્તિ હોય છે. જે પરસ્પર આધારિત પરસ્પર નિર્ભર સહજીવનમાં કાર્ય કરે છે. અંતરિક્ષ મુસાફરી દ્વારા તેમના સંબંધોને કેવી અસર પડે છે? તેનો અભ્યાસ કરવાથી શરીરમાં રહેલ બેક્ટેરિયા સાથે માનવના સહજીવન સંબંધો પરની પ્રતિકુળ પ્રભાવોને ઓછા કરવા મદદ આપશે.
Published by:News18 Gujarati
First published:May 31, 2021, 18:14 pm

ટૉપ ન્યૂઝ