નવી દિલ્હી. અવકાશ ખૂંદવા માટે નાસા (NASA) સહિતની સ્પેસ એજન્સીઓ વચ્ચે સ્પર્ધા જામી છે. જેના કારણે સમયાંતરે નવી નવી શોધ સામે આવી રહી છે. ત્યારે હવે નાસાના જૂનો અવકાશયાને બે દાયકામાં જ્યુપીટર (Jupiter)ના સૌથી મોટા ચંદ્ર (Mega Moon)ની પ્રથમ ક્લોઝ-અપ્સ (Close-ups) તસવીર પુરી પાડી છે.
જૂનોએ સોમવારે 645 માઈલ(1,038 કિલોમીટર) જેટલું અંતર કાપી ગેનીમિડ(મોટા ચંદ્ર)ને પાર કર્યો હતો. સ્પેસ્ક્રાફ્ટ આટલું નજીક પહોંચ્યું હોય તેવું છેલ્લે 2000માં થયું હતું. તે સમયે નાસાનું ગેલેલીયો સ્પેસક્રાફટે આપણા સૌરમંડળના સૌથી મોટા ચંદ્રને પાર કર્યો હતો. નાસાએ મંગળવારે જૂનોની પ્રથમ બે તસવીરો જાહેર કરી હતી. જેમાં ગેનીમિડના ક્રેટર અને લાંબી, ટૂંકી વિશેષતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જે ટેકટોનિક ફોલ્ટ સાથે સંકળાયેલ હોય શકે છે. એક તસવીરમાં સૂર્યની વિરુદ્ધમાં ચંદ્રની દૂરની સાઈડ બતાવે છે.
છેલ્લા દાયકામાં આ મસમોટા ચંદ્રની સૌથી નજીક આ સ્પેસ્ક્રાફ્ટ પહોંચ્યું છે. તેવું સાન એન્ટોનિયોમાં સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જુનોના અગ્રણી વિજ્ઞાનિક સ્કોટ બોલ્ટને કહ્યું હતું. તેમણે વધૂમાં જણાવ્યું હતું કે, આપણે કોઈ વિજ્ઞાનિક નિષ્કર્ષ કાઢત પહેલા સમય કાઢશું. ત્યાં સુધી આપણે બુધ ગ્રહ કરતા પણ મોટો ચંદ્ર આપણા સૂર્યમંડળમાં હોવાની ખગોળીય ઘટનાનું આશ્ચર્ય કરી શકીએ છીએ.
ગુરુની આસપાસના 79 જાણીતા ચંદ્રો પૈકીનો એક ગેનીમિડ છે. જે ગેસથી બનેલો છે. 1610માં ઈટાલીના એસ્ટ્રોનોમર ગેલેલીયો ગેલીલેઇએ તેના સહિત ગુરુના અન્ય ત્રણ ચંદ્રની શોધ કરી હતી. એક દસકા પહેલા લોન્ચ કરાયેલો જૂનો 5 વર્ષથી ગુરુની પરિક્રમા કરે છે.
(એસોસીએટેડ પ્રેસ હેલ્થ એન્ડ સાયન્સ વિભાગને હોવર્ડ હ્યુજેસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એજ્યુકેશનનું સમર્થન છે. એપી તમામ કન્ટેન્ટ માટે સંપૂર્ણ રીતે જવાબદાર છે)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર