Home /News /eye-catcher /બ્રહ્માંડ વિશે જાણવા ઉત્સુક બાળકના પિતાએ શોધ્યા બે નવા ગ્રહ, સૂર્ય જેવા તારાની કરે છે પરિક્રમા
બ્રહ્માંડ વિશે જાણવા ઉત્સુક બાળકના પિતાએ શોધ્યા બે નવા ગ્રહ, સૂર્ય જેવા તારાની કરે છે પરિક્રમા
Credits: NASA/Scott Wiessinger. પિતાએ શૌધ્યા બે ગ્રહો
નવા શોધવામાં આવેલ એક્સોપ્લેનેટ આપણા સૂર્ય મંડળથી લગભગ 352 પ્રકાશવર્ષ દૂર છે અને એક સ્ટાર HD 152843ની પરીક્રમા કરે છે, જે સૂર્યથી 1.5 ગણો મોટો છે અને થોડો ચમકદાર છે
આપણું બ્રહ્માંડ (Space) અનેક રહસ્યોથી ભરેલું છે. આપણે હંમેશા એ જાણવા ઉત્સુક રહીએ છીએ કે શું પૃથ્વી જેવો કોઇ ગ્રહ હશે જ્યાં જીવનની સંભાવના હોય. આવા જ એક ઉત્સાહિત બાળકનો પિતાએ (Father) હાલમાં બે ગ્રહોની (Planet) શોધ કરી છે. સિઝર રૂબિયોને એક સાત વર્ષનો દિકરો મિગુએલ છે. જેને અંતરિક્ષની વાતો જાણવામાં ખૂબ રૂચિ છે અને હંમેશા તે પોતાના પિતાને તારાઓ અને ગ્રહો વિશે સવાલ પૂછતો રહે છે. રૂબિયો હવે પોતે શોધેલા ગ્રહો વિશે પોતાના દિકરાને ગર્વથી કહી શકે છે. પ્રોફેશનલી નહીં, પરંતુ રૂબિયો તે વૈજ્ઞાનિકોમાંથી એક છે જેણે આપણા સૂર્ય મંડળની બહાર બે ગ્રહોની શોધ કરી છે. રૂબિયો એક મશીનિસ્ટ છે જે વીજળી ઉત્પાદન અને ખનનના ઉપકરણોના પાર્ટ્સ બનાવે છે.
તે એકલો નથી જેને નાસા નાગરિક વૈજ્ઞાનિક કહે છે. એવા લોકો કે જે સ્વેચ્છાએ વૈજ્ઞાનિકોને નવી શોધ કરવામાં મદદ કરે છે, તેમની માટે નાસાના નાગરિક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત જૂનિવર્સ નામક એક મંચ તૈયાર કરાયું છે. જેમાં કોઇ પણ અંતરિક્ષ ઉત્સાહી રજીસ્ટ્રેશન કરાવી અને વૈજ્ઞાનિકોને વિભિન્ન ઉપગ્રહો અને સ્પેસ ટેલિસ્કોપ દ્વારા એકઠા કરાયેલ ડેટાનો અભ્યાસ કરવામાં મદદ કરે છે. નવા શોધવામાં આવેલ એક્સોપ્લેનેટ આપણા સૂર્ય મંડળથી લગભગ 352 પ્રકાશવર્ષ દૂર છે અને એક સ્ટાર HD 152843ની પરીક્રમા કરે છે, જે સૂર્યથી 1.5 ગણો મોટો છે અને થોડો ચમકદાર છે. ગ્રહોમાંથી એક B પૃથ્વીથી 3.4 ગણો મોટો છે અને અન્ય એક ગ્રહ C આપણા ગ્રહથી 5.8 ગણો મોટો છે.
ગ્રહોનું ગેસવાળું વાતાવરણ અને ગરમ તાપમાન તેને રહેવા માટે અનૂકુળ બનાવે છે. આ નાગરિક વૈજ્ઞાનિક પ્લેનેટ હંટર્સ ટીઇએસ કાર્યક્રમનો ભાગ હતા, જે અંતર્ગત તેમણે એપ્રિલ, 2018માં લોન્ચ થયેલ ટ્રાંઝીટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટના ડેટાનું વિશ્લેષણ કર્યુ હતું. TESS ડેટા અનુસાર, ગ્રહ સંશોધકને પારગમન ઘટના વિશે જાણવા મળ્યું, જે એક ગ્રહ કે વિશાળ વસ્તુ છે. જે પોતાના તારામાંથી આવતા પ્રકાશને પ્રકાશ વક્રોનો ઉપયોગ કરીને અવરોધે છે.
અર્થ એન્ડ પ્લેનેટરી એસ્ટ્રોફિઝીક્સ પત્રિકામાં પ્રકાશિત નવા સંશોધનમાં રૂબિયોને સહ-લેખકનો પ્રથમ શ્રેય અપાયો હતો. જોકે એલેક્ઝાન્ડર હ્યૂબર્ટ અને એલિઝાબેથ બેટેન, જે અભ્યાસમાં હાલ થોડા સમયથી સહ-લેખક છે. હ્યૂબર્ટ જર્મનીમાં એક વિદ્યાર્થી છે જે ગણિત અને લેટિનનો અભ્યાસ કરે છે. તે માધ્યમિક શાળાનો શિક્ષક બનવા માંગે છે. તેમણે ડેટામાં 10000થી વધુ ઉતાર ચઢાવને લીલી ઝંડી આપી છે, જેને વૈજ્ઞાનિકો દ્વારા સંભવિત ગ્રહોની શોધ માટે તપાસમાં મોકલાશે. બેટેન જે બેલ્જિયમથી છે અને રિઇન્સ્યોરન્સ એડમિનિસ્ટ્રેશનમાં કામ કરે છે. તે એક ડઝનથી વધુ વૈજ્ઞાનિક અભ્યાસના સહ-લેખક રહી ચૂક્યા છે, જે પ્રકાશિત થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર