Home /News /eye-catcher /

નશામાં ધૂત વ્યક્તિ ટાયર વગરની કાર ચલાવતો હતો, પોલીસ પણ પરેશાન!

નશામાં ધૂત વ્યક્તિ ટાયર વગરની કાર ચલાવતો હતો, પોલીસ પણ પરેશાન!

પોલીસે ટ્વિટ કરેલી તસવીર.

પોલીસે એક ગાડીની તસવીર ટ્વિટર પર અપલોડ કરી છે. આ કારનો એક પણ હિસ્સો એવો નહીં હોય જેને નુકસાન ન થયું હોય.

    તમે બહુ બધા લોકોને રેસ ડ્રાઇવિંગ કે પછી ડ્રાઇવિંગ વખતે બેદરકારી દાખવતા જોયા હશે, પરંતુ એવું ભાગ્યે જ સાંભળ્યું હશે કે કારનું ટાયર નીકળી ગયું હોવા છતાં ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હોય. હકીકતમાં ઇંગ્લેન્ડ (England)ના યૉર્કશાયરમાં એક આવો જ મામલો સામે આવ્યો છે. અહીં કારના ડ્રાઇવરે બેદરકારીની તમામ હદો પાર કરી નાખી છે. હકીકતમાં આ અંગે યૉર્કશાયર પોલીસ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

    ટાયર વગરની કાર ચલાવી

    પોલીસે એક ગાડીની તસવીર ટ્વિટર પર અપલોડ કરી છે. આ કારનો એક પણ હિસ્સો એવો નહીં હોય જેને નુકસાન ન થયું હોય. પોલીસે આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે, વ્યક્તિ દારૂના નશામાં Peugeotની કાર ચલાવી રહ્યો હતો. તે એટલો દારૂના નશામાં હતો કે તેને એટલું પણ ભાન રહ્યું ન હતું કે કારનું એક ટાયર નીકળી ગયું છે.

    ડ્રાઇવિંગ લાઇસન્સ વગર જ ચલાવી રહ્યો હતો કાર

    પોલીસે તપાસ કરતા ડ્રાઇવર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ન હતું અને કોઈ દસ્તાવેજ પણ ન હતા. પોલીસે એક્સપાયર્ડ લાઇસન્સ, વીમા વગર કાર ચલાવવી અને દારૂના નશામાં ગાડી ચલાવવા અંગે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે દુનિયાભરમાં નશાની હાલતમાં વાહન ચલાવવા પર કડક કાયદો છે, જેમાં દોષિત જાહેર થતાં મોટો દંડ ભરવો પડે છે. સાથે જ જેલમાં પણ જવું પડે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: DL, Driving, UK, કાર, પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन