Home /News /eye-catcher /મહિલાનો એકસાથે 10 બાળકોને જન્મ આપવાનો ચોંકાવનારો દાવો, હવે થશે દિમાગનો ઈલાજ!
મહિલાનો એકસાથે 10 બાળકોને જન્મ આપવાનો ચોંકાવનારો દાવો, હવે થશે દિમાગનો ઈલાજ!
મહિલાને ખોટા દાવા કરવા બદલ પોલીસે અટકક કરી મનોચિકિત્સા માટે દાખલ કરાવી છે.
37 વર્ષની ગોસિયામી ધમારા સિથોલે 7મી જુને એકસાથે 10 બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, આવો દાવો કરવો મહિલાને ભારે પડી ગયો છે. ખુદ તેના બોયફ્રેન્ડે જ નકારી દીધો હતો આ દાવો
કેપટાઉન : બેલડાના બે અને એક સાથે ત્રણ બાળકોનાં જન્મ આપવાની ઘટનાઓ સામાન્ય છે. ટ્વીન્સ અને ટ્રાયોની ઘટનાઓ તો આપણા દેશમાં પણ ઘટી છે પરંતુ એકસાથે 10 બાળકોના જન્મનો દાવો થતા જ વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. આ દાવો કરનાર મહિલાને મનોરોગી વિભાગમાં દાખલ કરી દેવામાં આવી છે અને તેની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. હકિકતે મહિલાએ આવો દાવો કર્યો જે તેના બોયફ્રેન્ડે પણ નકારી દીધો હતો. મહિલાના વકીલે કહ્યું છે કે તેમની અસીલને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવી છે.
બનાવની વિગતો એવી છે કે દક્ષિણ આફ્રિકાની 37 વર્ષની ગોસિયામી ધમારા સિથોલે 7મી જુને એકસાથે 10 બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, આવો દાવો કરવો મહિલાને ભારે પડી ગયો છે. ખુદ તેના બોયફ્રેન્ડે જ નકારી દીધો હતો આ દાવો મહિલાને ખુદને જ ભારે પડી ગયો છે
અગાઉ ગોસમિયાનીએ 10 બાળકોને એકસાથે જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેના બોયફ્રેન્ડ તેબોબો સોતેત્સી મારફતે તેને 8 બાળકો જન્મવાની અપેક્ષા હતી પરંતુ તેને જાણવા મળ્યું કે તે હવે 10 બાળકોની માતા બનવાની છે. આ બાળકો એક ટ્યૂબમાં ફસાઈ ગયા હોવાથી સીટી સ્કેનમાં જોવા મળતા નહોતા.
આનાથી પહેલાં મે મહિનાની શરૂઆતમાં માલીની 25 વર્ષની એક મહિલા એકસાથે 9 બાળકોને જન્મ આપી રેકોર્ડ બનાવી ચુકી છે. તેનો રેકોર્ડ તોડવાનો આ દાવો હતો. મોરક્કોમાં થયેલી પ્રસુતિ દરમિયાન માલીની આ મહિલાએ 5 બાળકી અને 4 બાળકોને જન્મ આપ્યો હતો. જોકે ત્યારબાદ આ મહિલા હલીમાની તબિયત નાજૂક થઈ જતા તેને 2 અઠવાડિયા હૉસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર