પુત્રએ માતાની હત્યા કરી 1000 ટૂકડા કર્યા, કૂતરા સાથે મળી એક સપ્તાહ સુધી ખાતો રહ્યો માતાનું માંસ

પુત્રએ માતાને મારી કરી નાખ્યા હતા 1000 ટુકડા, કુતરા સાથે મળીને એક સપ્તાહ સુધી ખાતો રહ્યો માંસ (Alberto Sanchez Gomez/ Facebook)

માતાના 1000 ટુકડા કરી પ્લાસ્ટિકની બેગમાં ભરીને ફ્રીજમાં રાખી દીધા હતા. તે તેને એક સપ્તાહ સુધી પકાવીને તો ક્યારેક કાચા ખાતો હતો

  • Share this:
    સ્પેનમાં (Spain)એક નિષ્ઠુર પુત્રએ પોતાની માતાની હત્યા (son Killed Mother)કરીને તેના 1000 ટુકડા કર્યા હતા અને એક સપ્તાહ સુધી તેને ખાતો રહ્યો હતો. 28 વર્ષીય પુત્રની જ્યારે ધરપકડ કરવામાં આવી તો કોર્ટમાં તેણે માનસિક બીમારીનું નાટક પણ કર્યું. જોકે તેનો આ ડ્રામા વધારે સમય ચાલ્યો ન હતો.

    આ ક્રૂર ઘટના સ્પેનના વેંટસમાં બની હતી. 28 વર્ષના અલ્બર્ટો સાંચેજ ગોમેજ (Alberto Sanchez Gomez)પોતાની માતા સાથે રહેતો હતો. એક દિવસ તેનો પોતાની 68 વર્ષની માતા સાથે ઝઘડો થયો હતો. જે પછી અલ્બર્ટોએ ગુસ્સામાં આવીને પોતાની માતાની હત્યા કરી દીધી હતી અને તેના શરીરના 1000 ટુકડા કરી નાખ્યા હતા.

    ગળું દબાવીને માતાની હત્યા કર્યા પછી અલ્બર્ટો લાકડા કાપવાની આરીનો ઉપયોગ કરીને પોતાની માતાના શરીરના હજાર ટુકડા કરી નાખ્યા હતા. આ ટુકડાને તેણે પ્લાસ્ટિકની બેગમાં ભરીને ફ્રીજમાં રાખી દીધા હતા. તે તેને એક સપ્તાહ સુધી પકાવીને તો ક્યારેક કાચા ખાતો હતો. ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે પાડોશીઓ અને તેના માતાના એક મિત્રએ જ્યારે તેમને ના જોયા તો ગુમ થવાની રિપોર્ટ લખાવી હતી.

    આ પણ વાંચો - 99 મિલિયન વર્ષો જૂના આ જીવને માનવામાં આવે છે મીની ડાયનાસોર, વાસ્તવમાં છે એક ગરોળીની પ્રજાતિ

    રિપોર્ટ પછી પોલીસ મહિલાની શોધમાં લાગી ગયા હતા. આ ક્રમમાં જ્યારે મહિલાના ઘરે પહોંચ્યો તો ત્યાંનું દ્રશ્ય જોઈને ચકિત રહી ગયા હતા. બેડ પર મહિલાનું માથું, હાથ અને દિલ કાઢીને રાખવામાં આવ્યા હતા અને પુત્ર પોતાના પાળેલા કુતરા સાથે મળીને માંસ ખાઇ રહ્યો હતો. આ સિવાય લાશના બીજા ટુકડા ફ્રિજમાંથી મળી આવ્યા હતા.

    આ ઘટના 2019ની છે. 21 ફેબ્રુઆરીએ જ્યારે અલ્બર્ટોની ધરપકડ કરી પોલીસ કોર્ટમાં લઇ ગઇ તો તેણે માનસિક બીમારીનો હવાલો આપીને કહ્યું કે તેને અવાજ આવતો હતો કે જે માતાની હત્યા કરવા માટે કહેતો હતો. કેસ દરમિયાન સાબિતી આપનાર અધિકારીએ કહ્યું કે આરોપીએ કબુલ કર્યું છે કે તેણે પોતાની માતાની ગળું દબાવીને હત્યા કરી છે. આ પછી બધી દલીલ રદ થઇ હતી અને આરોપીને 15 વર્ષ 5 મહિનાની જેલની સજા થઇ હતી.
    Published by:Ashish Goyal
    First published: