કરનાલ : હરિયાણાના (haryana) કરનાલ જિલ્લાના કુચપુરા ગામનો વીડિયો વિશ્વભરમાં વાયરલ (Viral Video)થઇ રહ્યો છે. આ વીડિયોમાં જમીન તૂટેલી જોવા મળી રહી છે અને પોતાના સ્થાનેથી ઉપર આવતી જોવા મળી રહી છે. આવું કેમ થયું તે જાણવા માટે જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી તો જાણ થઇ કે આ કોઇ કુદરતનો કરિશ્મા નથી આ પ્રકૃતિ સાથે મનફાવે તેમ વર્તન કરવાનું પરિણામ છે. જે હવે આ ખેતરનો ખેડૂત ભોગવી રહ્યો છે.
માટીને બદલાયા પછી આમ થયું
કરનાલના કુચપુરા ગામમાં ખેડૂતે પાક ઓછો ઉતરતો હોવાના કારણે જમીનની માટીને બદલાવવાનો નિર્ણય કર્યો હતો. જમીનને 8 થી 10 ફૂટ સુધી ખોદી નાખી હતી. માટી વેચીને ખેડૂતે કમાણી કરી હતી. જોકે એક નક્કી મર્યાદામાં જ તમે પોતાની જમીનમાંથી માટી કાઢી શકો છો. ખેડૂત સામે માઇનિંગનો પણ કેસ થયો છે.
ખેડૂતે જમીનના ખાડાને ભરવા માટે ઘણા પ્રમાણમાં રાખ (રસા) અને માટી નાખી હતી. બંને યોગ્ય રીતે મિશ્રિત થાય તે પહેલા જોરદાર વરસાદ થયો હતો. ઘણો વરસાદ થવાના કારણે જમીન ઉપર આવવા લાગી અને વરસાદનું પાણી નીચે જવા લાગ્યું હતું. જમીન તૂટ્યા પછી ઉપર આવી રહી હતી. જમીન 10 ફૂટ ઉપર આવી જાય છે અને મોટા ટેકરા જેવું બની જાય છે. લોકો વીડિયો બનાવવા લાગ્યા હતા. કેટલાક કુદરનો કરિશ્મા કહેવા લાગ્યા તો કેટલાક ભૂત-પ્રેત સાથે ઘટનાને જોડી હતી. કેટલાક ભોલે શંકરના આશીર્વાદ ગણાવવા લાગ્યા હતા. જોકે આ પ્રકૃતિ સાથે રમત રમવાનું એક પરિણામ છે. શું કહે છે જમીનનો માલિક
જમીનના માલિક નફે સિંહે કહ્યું હતું કે તેની ભૂલ થઇ કે જમીન ખોદાવીને તેણે માટી વેચી નાખી, હવે તેનું પરિણામ ભોગવી રહ્યો છું. ખેડૂતને પોતાની ભૂલનો પસ્તાવો છે. જેથી તે પ્રશાસન પાસે સહાયની માંગણી કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર