સ્પેન: સંસદમાં મતદાન સમયે અચાનક આવી ગયો ઊંદર, Video - જુઓ - પછી કેવી થઈ જોવા જેવી?

સ્પેનની સંસદમાં ઉંદરના આતંકનો વીડિયો વાયરલ

સ્પેન સંસદ (Spain Parliament)માં ઉંદર (rat)ના કારણે બધુ જ કામ ઠપ થઈ ગયું. મહિલા સાંસદો (woman MP) ચીસો પાડવા લાગ્યા. આ વીડિયો જોઈ લોકોએ તેના પર મજા લેવાનું શરૂ કરી દીધુ

 • Share this:
  મેડ્રિટ : સ્પેનની સંસદમાં બુધવારે, એક ઉંદર સંસદમાં ઘુસી આવ્યો તો અફરા-તફરી ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, બુધવારે એક બિલ પર મતદાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક ઉંદર સદનમાં આવી ગયો. પછી શું, સંસદમાં બધુ જ કામ ઠપ થઈ ગયું. મહિલા સાંસદો બૂમો પાડવા લાગી અને કેટલાક લોકો ઉંદર શોધવાનું શરૂ કરી દીધુ. ત્યારે, કેટલાક લોકો પગ ઉંચા કરીને પોતાને બચાવવા પ્રયાસ કરવા લાગ્યા. ન્યૂઝ એજન્સી રોઈટર્સે તેનો વીડિયો શેર કર્યો છે.

  વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સંસદના સ્પીકર ઉંદર સામે જોતાની સાથે જ ચીસ નીકળી ગઈ. હોલમાં બેઠેલા બાકીના સાંસદો પણ ખુરશી છોડીને ઉભા થઈ ગયા. સાંસદો ગભરાયેલા દેખાઈ રહ્યા છે. શાંત રહેવાની અપીલ કરવા છતાં, ઘણા સભ્યો ચીસો પાડી રહ્યા છે અને અહીં અને ત્યાં દોડતા જોવા મળે છે.

  આ પણ વાંચો - OMG : 10 વર્ષથી કચરો વીણી ઘરને બનાવી દીધુ કબાડખાનું, વૃદ્ધ દંપતીના પુત્ર પ્રેમની દુ:ખદ કહાની!

  વિડિઓ જોયા પછી, લોકોએ તેના પર મજા લેવાનું શરૂ કરી દીધુ. જેમ કે, એક યુઝરે લખ્યું કે, તેમને એક બિલાડીની જરૂર છે. બીજા એક યુઝર્સે લખ્યું કે, લોકો સંસદમાં ઉંદરોથી આટલા ડરી ગયા, વિચાર કરો જો સિંહ તેમની સામે આવે તો શું થાય.  સેવિલ સ્થિત એન્ડાલુસિયાની સંસદમાં 1982માં ચૂંટણી યોજાઇ હતી. તેમાં ડી હોન્ડ સિસ્ટમ દ્વારા પસંદ કરાયેલા 109 સભ્યો છે. અત્યારે, પીપલ્સ પાર્ટી ઓફ એન્ડાલુસિયા અને સ્યૂદાદાનોસ વચ્ચે ગઠબંધનની સરકાર છે.
  Published by:kiran mehta
  First published: