માતાની મમતાના તોલે કોઈ પણ પ્રેમ નાનો લાગે છે. બાળકોની ખાતર, માતા પોતાના તમામ દુ: ખને ભૂલી જાય છે. જ્યારે પણ બાળકો પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી પડે છે, ત્યારે...
Social Viral : પ્રાણી હોય કે માનવ, દરેક પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ માતાની મમતાના તોલે કોઈ પણ પ્રેમ નાનો લાગે છે. બાળકોની ખાતર, માતા પોતાના તમામ દુ: ખને ભૂલી જાય છે. જ્યારે પણ બાળકો પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી પડે છે, ત્યારે તે ખૂબ જ પરેશાન થઈ જાય છે અને જો બાળકનું મોત થાય તો માતા તૂટી જાય છે. જંગલનો રાજા સિંહ (Lion) પણ તેના બાળકોના મોતથી દુ: ખી થઈ જાય છે. અમને સોશ્યલ મીડિયામાં એક આવો જ વીડિયો મળ્યો છે, જેમાં સિંહણ બાળક (Lion cub)ના મોતને લઈને શોકમાં ડૂબી ગઈ હતી. આ વીડિઓ જોઈને ચોક્કસ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.
કારણ કે જે રીતે સિંહણે બાળકના મોત પર કરુણા દર્શાવી રહી છે, તે જોઈ ભલ ભલાની આંખ ભીની થઈ શકે છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક સિંહણ ખેતરમાં ઝડપથી દોડી રહી છે. તે પોતાના લડખડાતા પગથી એટલું ઝડપથી ચાલી રહી છે કે, પલક ઝપકતા જ તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય છે. થોડી જ સેકંડમાં, તે સિંહ બાળ પાસે પહોંચે છે, જે કદાચ તેનું જ બાળક લાગી રહ્યું છે. બાળક મૃત હાલતમાં જમીન પર પડેલું છે. સિંહણ તેને જોઈને એકદમ સ્તબ્ધ થઈ જાય છે અને તેને સુંઘવા લાગે છે.
સિંહણ લાંબા સમય સુધી જમીન પર પડેલા બાળકને સૂંઘતી રહે છે, પરંતુ બાળકના શરીરમાં કોઈ હિલચાલ નથી થતી, જેને જોઈને સિંહણ સમજી જાય છે કે તેનું બાળક હવે આ દુનિયામાં નથી. તે પછી સિંહણ એટલી જોર-શોરથી ગર્જના કરવા લાગે છે કે, જેને સાંભળી ભલ ભલાની આંખમાંથી આંસુ જાય. આજ સમયે તેનું બીજુ સંતાન પણ તેની પાસે આવે છે અને તે પણ તેના ભાઈને જોઈ ભાવુક થઈ જાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સિંહણ, જે હંમેશાં બીજા કોઈ પ્રાણીને જોતા જ હુમલો કરે છે, તે આજે બાળકના મોતથી લાચાર ઉભી જોવા મળે છે.
કેમ કે ત્રણ જિરાફ સિંહણથી થોડે જ દૂર ઉભા છે, જે સિંહણને જોઈ રહ્યા છે, આજે તેમને સિંહણથી ડર નથી લાગી રહ્યો, જોકે તેમ છતાં તે પોતાનું દુ: ખ શેર કરવા માટે સિંહણ પાસે આવવાની હિંમત કરવામાં અસમર્થ લાગે છે. પરંતુ તે સિંહણના દુ: ખને સમજી શકે છે, તેથી જ તે દૂર ઉભા રહીને તેને જોઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર