છોલે-ભટૂરેની લારીવાળાએ ગંદા નાળામાં ધોઈ પ્લેટ્સ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: March 5, 2020, 8:57 AM IST
છોલે-ભટૂરેની લારીવાળાએ ગંદા નાળામાં ધોઈ પ્લેટ્સ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ચોંકાવનારો વીડિયો વાયરલ થતાં લોકોએ કહ્યું, ભારતમાં કોરોના વાયરસની 'ઐસી કી તૈસી', જુઓ Video

ચોંકાવનારો વીડિયો વાયરલ થતાં લોકોએ કહ્યું, ભારતમાં કોરોના વાયરસની 'ઐસી કી તૈસી', જુઓ Video

  • Share this:
નવી દિલ્હી : સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જો તમે પણ સ્ટ્રીટ ફૂડ (Street Food) ખાવાના શોખીન છો તો આ વીડિયો તમને ચોંકાવી દેશે. લારી પર એક શખ્સને ગંદા નાળાના પાણીથી છોલે-ભટૂરેની પ્લેટ્સને સાફ કરતો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ (Coronavirus)ના હાહાકારથી જોડીને આ વીડિયોને ફેસબુક પર શૅર કરવામાં આવી રહ્યો છે. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ્સ ઉપર પણ શૅર કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા કિનારે છોલે-ભટૂરે અને પુલાવની લારી ઊભેલી છે. ત્યાં એક શખ્સ ગંદા નાળાના પાણીથી પ્લેટ ધોઈ રહ્યો છે. આ પ્લેટ્સમાં જ છોલે-ભટૂરે ગ્રાહકોને આપવામાં આવે છે. વીડિયો શૅર કરતાં કેપ્શનમાં સ્ટ્રીટ ફૂડ લવર્સ સામે કટાક્ષ પણ કરવામાં આવ્યો છે કે, જો તમને સ્ટ્રીટ ફૂડ પસંદ છે તો કોરોના વાયરસથી ડરતાં નહીં. ભારતમાં કોરોના વાયરસની 'ઐસી કી તૈસી'. તેની સાથે હસતો ઈમોજી મૂકવામાં આવ્યું છે.

જગજીત સિંહ નામના ફેસબુક યૂઝરે આ વીડિયોને સોમવારે શૅર કર્યો છે જેને અત્યાર સુધી 95 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથોસાથ 4 હજારથી વધુ શૅર અને 500થી વધુ રિએક્શન મળી ચૂક્યા છે.બીજી તરફ, કોરોના વાયરસથી બચવા માટે આરોગ્ય મંત્રાલયે એડવાઇઝરી જાહેર કર્યો છે, જેમાં લોકોથી સાફ-સફાઈ રાખવા અને ઘરનું ખાવાનું જ ખાવા માટે કહેવામાં આવ્યું છે. જો તમે હજુ પણ બહારનું ભોજન લઈ રહ્યા છો તો સાવધાન થઈ જાઓ.

આ પણ વાંચો, ચીન બાદ ઈટલીમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર, અત્યાર સુધી 107 લોકોનાં મોતએડવાઇઝરીમાં શું સલાહ આપવામાં આવી છે?

- સાફ-સફાઈ રાખો
- વારંવાર હાથ ધુઓ
- ગંદા હાથોથી નાક, આંખ અને મોંને ન લૂછો
- બીમાર લોકોથી અંતર રાખો
- પોતે બીમાર છો તો ઘરે જ રહો
- ઉધરસ અને છીંક આવે ત્યારે રુમાલ કે ટિશ્યૂનો ઉપયોગ કરો અને હાથોને પણ સ્વચ્છ રાખો
- N-95 માસ્કનો ઉપયોય કરો
- જો તમને કોરોના વાયરસના લક્ષણ દેખાય તો માસ્ક પહેરીને તાત્કાલીક પોતાની નજીકની હૉસ્પિટલમાં તપાસ કરાવો

આ પણ વાંચો, કોરોના વાયરસ વિશેની માન્યતાઓ અને તેની હકીકત : શું લસણ ખાવાથી ચેપ નથી લાગતો?
First published: March 5, 2020
વધુ વાંચો
अगली ख़बर